વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શ્રેષ્ઠ ટીપું


"હું તો એ અફાટ જળરાશીમાં જ પડીશ, એટલે મારું અસ્તિત્વ એની સાથે કાયમ અમર રહેશે, કારણ કે એ સમુદ્ર કદી સુકાતો નથી." વાદળમાં રહેલું એક ટીપું બોલ્યું.


"ના રે, એ ખારા પાણીમાં કોણ પડે? હું તો ખળખળ વહેતી નદીમાં પડીશ, નદીના મીઠાં પાણીનો ભાગ બનવું અને પછી પર્વતો પરથી ઉછળતા કૂદતાં નીચે ઉતરવું મને ગમશે.

બીજા ટીપાંએ પોતાની ઈચ્છા જણાવી.


"હું તો કોઈ ખેતરની ધરા પર પડીશ અને લીલોછમ પાક ઉગવાનું કારણ બનીશ, કોઈને ઉપયોગમાં આવીશ." ત્રીજું થોડું મોટું ટીપું પોતાની સમજદારી દાખવતાં બોલ્યું.


વાદળે પોતાના બધાં ટીપાને એમની ઈચ્છા, એમનું ધ્યેય જણાવવાનું કહ્યું હતું. સૌથી સુંદર ઈચ્છા ધરાવનારને 'શ્રેષ્ઠ ટીપું' નો તાજ મળવાનો હતો.


સૌથી નાનું ટીપું ચૂપ હતું. બધાં એને એની ઈચ્છા પૂછી રહ્યા, "તું આમાંથી ધરતીનાં ક્યા ભાગ પર પડીશ?"


એણે કહ્યું, "ઊંહું! હું તો ધરતી પર ક્યાંય નહીં પડું."

બધાં ટીપાંને નવાઈ લાગી. તેઓ એકીસાથે પૂછી બેઠા,  "તો!?"


એ કંઈ ન બોલ્યું, માત્ર મીઠું મલકાયું અને પછી ચૂપચાપ વરસ્યું, પિયુની રાહ જોતી એક પ્રિયતમાનાં ગાલ પર. પિયુએ આવીને એને વિરહ અશ્રુ સમજીને, એ ગાલ ચૂમી લીધો, અને એ ટીપાં સાથે પ્રિયતમાનો પ્રેમાળ સ્પર્શ પિયુનાં લોહીમાં કાયમ માટે ભળી ગયો અને એને તૃપ્ત કરી ગયો.


એ ટીપું 'શ્રેષ્ઠ ટીપું'નો તાજ જીતી ગયું.




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ