વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નારી

ભારત આઝાદ થયું તેને લગભગ 75 વર્ષ થવા આવ્યા.વિશ્વ આધુનિક વિચારધારા દ્વારા આગળ વધી રહ્યું છે.છતાં આપણે હજુ જૂની માનસિકતા,જૂના રીતી રીવાજો અને જુના વિચારોને આઝાદ નથી કરી શકતા.સ્ત્રીને હજુ આપણે બંધનમાં રાખીએ છીએ.એવું જ વિચારીએ કે સ્ત્રી ઘર કામ સિવાય કાંઈ ન કરી શકે એવી મર્યાદા બાંધી રાખી છે.સ્ત્રીને ફરજીયાત લાજ કાઢવી જ જોઇએ એવી વિચારધારા ધરાવીએ છીએ.અને એકબાજુ International level ની Olympic Race માં સ્ત્રીઓ પાસે મેડલો લાવવાની ખેવના રાખનાર પાછા આપણે જ! છતાં પુરુષો કરતાં સ્ત્રીઓ જ આજે મેડલો લાવે છે. આપણે બે પ્રકારની માનસિકતા રાખીએ છીએ.સ્ત્રીને માત્ર ઘરકામ કરનાર કામવાળી તરીકે ઘરમાં જ પૂરી રાખનાર આપણે જ અને મેડલ લાવનાર સ્ત્રી પર છાતી ઠોકીને ગર્વ કરનાર આપણે જ!

~ હાર્દિક ડાંગોદરા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ