વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

છે તો છે

મને તારા  જ  આગમનનું  વળગણ  છે તો છે,

તારી જ  સાથેની  યાદોનું  સગપણ  છે તો છે.

 

વરસે, તડપે ને ક્યારેક  બનીને  ઝાકળ  ચમકે, 

તો'યે તને સમજવા આ મન અભણ છે તો છે. 

 

હું આવું  એકલી  મળવાં  બનીને તને અધીરી,

ભલેને હવે  તેમાં  કેટલીય  અડચણ છે તો છે.

 

લે હૈયું મેં'તો ધર્યું  તને  કે  મનભરી તું ભીંજવે,

એ ભીંજાતી  રગરગમાં  તારું રટણ છે તો છે.

 

આ હરખઘેલા  મનમાં  પ્રેમ-તર્પણ તું'જ થકી,

ફિક્કા આ જીવનમાં  તારું ગળપણ છે તો છે.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ