વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તરસ્યો થા તું!

"રેકોડીંગ ચાલુ ...દિવસ ૨૨૮ અથાક પરિશ્રમ , પરસેવા સાથે વહેતું રુધિર , નિદ્રાથી રિસાઈ પોતાના દિવાસ્વપ્ન સફળ કરવામહિનાઓથી ખુલ્લા નેત્ર તેમ છતાં ૨૭ મી નિષ્ફળતા!" પોતાનો હાથ જોરથી દીવાલમાં પછાડી તે બોલી ઉઠયો.

અંધારા ઓરડાની ખુલ્લી બારીમાંથી આવતી વીજળીની રોશની ઓરડાની ખેદાન મેદાન પરિસ્થતિ હૈયું કંપાવી દે તેવા ગડગડાટ સાથેદર્શાવી રહી હતી. છતમાંથી ટપકતું પાણી સમગ્ર ભોંયતળિયાને ભીજવી રહ્યું હતું જેનો અહેસાસ થતાં અરીસા આગળ ઉભેલ તે મનુષ્યનુંશરીર નિરાશાથી કણસી ઉઠયું, ત્યાં જ અચાનક વીજળીનો એક જોરદાર ચમકારો થયો અને ઓરડામાં રહેલ બલ્બ ઝબકી ઉઠયો કેજેણે ઓરડાની તમામ વસ્તુ દ્રશ્યમાન કરી તે વ્યક્તિના ચહેરા ઉપર મંદ પ્રગટાવ્યું ખરું પરંતુ બીજી જ ક્ષણે આ વીજ બલ્બ હોલવાઈગયો.

અચાનક અંધકારમાંથી આશાભર્યો એક મક્કમ અવાજ આવ્યો,"૨૮ મો પ્રયત્ન અત્યારથી શરૂ , તરસ્યો એ પણ થશે મુંજને સફળતાથીભીંજવવા ” રેકોર્ડિંગમાં તે માણસના આશાભર્યા અવાજ સાથે સ્મિત ગુંજી ઉઠયું .

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ