વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઝરમર વરસાદ વરસે

કડાકા ભડાકા જોને વીજળી કરે,

ઝરમર ઝરમર મેહુલો વરસે..અરે રે..

ઝરમર ઝરમર મેહુલો વરસે.

મેહુલો વરસેને જગતાત હરખે..

અષાઢી સાંજનો મેહુલો વરસે.


વહેલી સવારે વલોણા ગાજે,

ગાવલડી એના વાછરુંને ચાટે,

ખેડૂત..

હે..ખેડૂત બળદ ગાડા જોડે...

ઝરમર ઝરમર મેહુલો વરસે..અરે રે..

ઝરમર ઝરમર મેહુલો વરસે.


મંદિરમાં ઝાલર ને નગારા વાગે,

બળદ ગાડામાં ઘૂઘરા ગાજે,

ખેતરે...

હે..ખેતરે જઈ ખેડૂત વાવણી કરે,

ઝરમર ઝરમર મેહુલો વરસે..અરે રે..

ઝરમર ઝરમર મેહુલો વરસે.


નદી નાળા ને સરોવર છલકે,

જાડી ઝાંખરાને વનરાઈ મલકે,

ધરતી માત...

હે..ધરતી માત લીલી ચાદર ઓઢે,

ઝરમર ઝરમર મેહુલો વરસે..અરે રે..

ઝરમર ઝરમર મેહુલો વરસે.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ