વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ત્યાગ

       અજયે જોયું કે હેમાલીનો મૂડ આજે સવારથી જ ઠીક નથી,  આંસુ સારતી હેમાલીને તેણે પૂછ્યું “હજી પિયરમાંથી તો ગઈકાલે જ આવી છે, અને કેમ રડે છે?”

       “અજય હું હવે સરકારી નોકરી માટે તૈયારી કરવા માગું છું.”

“અરે પણ તે તો સિનિયર ક્લાર્કની નોકરી છોડી દીધા પછી પ્રતિજ્ઞા લીધી હતી કે હવે સરકારી નોકરી નથી કરવી.”

“હા પણ હવે મારે સરકારી નોકરી મેળવવી છે.”

“પણ કેમ તને અચાનક આવો વિચાર આવ્યો?”

“અજય કાલે હું અહી આવવા નીકળી ત્યારે ભાભી મારી મમ્મીને કેહતા હતા કે 'મને મારા ભાઈની સરકારી નોકરીની જલન થાય છે.' મને આ સહન ન થયું હવે હું ફરીથી તૈયારી કરીને સરકારી નોકરી મેળવીશ.”

“ગુડ! આજથી જ તૈયારી શરૂ કરી દે, તે તારી ભાભીને સંભળાવવા કરતા ફરીથી નોકરી માટે તૈયારી કરવાનો નિર્ણય કર્યો એ મને ગમ્યું.”

“શુ? સુ સંભળાવવાની હતી હું?”

“એજ કે તારા પપ્પાના મૃત્યુ પછી રહેમરાહની નોકરી તારા ભાઈને મળે એટલે તે રાજીનામુ આપ્યું હતું.”

      “તમને કોણે કહ્યું?” અજયની વાત સાંભળી સ્તબ્ધ થતા આરતીએ પૂછ્યું.

“તને પસંદ કરતાં પહેલાં તારી દરેક ઝીણી ઝીણી વાતો મેં જાણી લીધી હતી, તે નોકરી છોડી દીધી એ જાણી કેટલાક યુવાનોએ તારી સાથે સબંધ કરવાનો ઇનકાર કર્યો હતો, પણ મને આ તારી ત્યાગ ભાવના સ્પર્શી ગઈ હતી.”

        અજયના જવાબ સાથે જ હેમાલી એને ભેટી પડી.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ