વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઈશ્વરીકળા


"બસ, હવે છેલ્લું કનેક્શન કરવાનું બાકી છે. રીની તારો પ્રોગ્રામ તૈયાર?" એરનૉટિકલ એન્જિનિયર રોમેશ સ્પેસશટલને ફાઇનલ ટચ આપી રહ્યો હતો. 


"હા, આમ તો તૈયાર છે, છતાં જોઈ લઉં છું, કોઈ ભૂલ તો નથી રહી ગઈ ને." રીની હજી કોમ્પ્યુટરમાં ખોવાયેલી હતી.


પોતાની સ્પેસલેબ ધરાવતાં વૈજ્ઞાનિક રોમેશ-રીની અવકાશમાં સંશોધન માટે સ્પેસશટલ બનાવી રહ્યાં હતાં. જેમાં તેમનો એકમાત્ર દીકરો, ગર્વ  સ્પેસ એન્જિનિયર તરીકે જવાનો હતો. સ્પેસશટલને ચંદ્ર-પૃથ્વીની વચ્ચે સંશોધન માટે સ્થિર કરવાનું હતું. ચંદ્ર પર માનવ વસવાટ શક્ય બન્યો છે ખરો, છતાં બધી જીવનજરૂરિયાતો પૃથ્વી પરથી જ પૂરી પાડવામાં આવે છે.


પહેલા વરસાદમાં તન-મન ભીંજવવા અગાશીએ ગયેલા રોમેશ-રીનીનાં હાથમાં વરસાદની જગ્યાએ કદડો આવ્યો હતો. તેથી તેઓ એ બાબતે સભાન છે કે આ પ્રોજેક્ટ કમાવા માટે નથી, પૃથ્વી પરનાં જીવનાં અસ્તિત્વ માટે છે. 


"વરસેલો કાળો વરસાદ એ ચંદ્ર પર રહેતાં લોકોએ ફેંકેલો પ્લાસ્ટિકનો કચરો હતો. જે હવાનાં ઘર્ષણમાં બળીને કદડારૂપે વરસ્યો." ગર્વએ લેબમાં પ્રવેશતા ગુસ્સાથી ફાઈલો જોરથી ફેંકી.


"પચાસ વર્ષોથી બૂમો પાડીએ છીએ, નથી સમજતાં લોકો! અહીં જીવવું દુષ્કર થયું તો ચંદ્ર પર ગયાં. હવે ક્યાં જઈશું? રસ્તાઓ બ્લોક થઈ જશે તો ત્યાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ કેવી રીતે પહોંચાડીશું?" ત્રણેય ચિંતિત બેઠાં હતાં, ત્યાં ઝીણો અવાજ આવતાં ગર્વ એકદમ દોડ્યો. થોડીવારમાં વાયરના બે કટકા લઈએ તે હસતોહસતો આવ્યો, "જુઓ ઉંદરનું કારસ્તાન. કનેક્શન કટ..!" ત્રણેયની આંખમાં રોનક દેખાઈ! 'ઈશ્વરીકળા થશે?'









ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ