વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મેઘધનુષ

      "પતિના ગુજરી ગયા બાદ પત્નીને શણગાર કરવો, સપના જોવા કે  શોખ માણવાનો કોઈ હક્ક નથી હોતો." અરીસામાં પોતાની કાયા નિહાળી રહેલી મંજરીને જોઈને એના સાસુ તાડૂક્યા.


      મંજરીનો હાથ પકડી એને બહાર ધકેલી ધોધમાર વરસાદમાં ઊભા રહેવાની સજા ફરમાવી. વારંવાર મળતી સાસુની સજાથી ટેવાયેલી મંજરી એમના હુક્કમ મુજબ વરસતા વરસાદમાં પલળવા તૈયાર થઈ ગઈ. 


      બે કલાકના અંતે જ્યારે વરસાદ રહી ગયો, ત્યારે  સ્વચ્છ-સફેદ આકાશમાં રહેલું મેઘધનુષ જોઈને મંજરીની નજર એને પહેરેલી સફેદ સાડી પર સ્થિર થઈ ગઈ. મનોમન મલકાતી એ પોતાના રૂમ ભણી દોડી અને રૂમમાં જઈ તુરંત પોતાનો કબાટ ખોલ્યો...


(સમાપ્ત)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ