વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હવાતિયાં

સિત્તેરક વર્ષની વયે પહોંચેલ સંધ્યાબેન સ્વભાવે ઓછાબોલાં, આથી મનમાં વાતો ભરી રાખતાં અને જ્યારે એ વાતોનો ભેજ મનમાં દબાણ સર્જે ત્યારે અનરાધાર વરસી પડતાં. એમનાં શબ્દોનાં પૂરમાં પરિવાર તણાઈ જતો અને એ ભીનાશે પરિવારજનોનાં મન કોહવાઈ જતાં.


એમનાં પતિ દેવેન્દ્રભાઈ એમને હંમેશાં કહેતાં, "આવી રીતે અનરાધાર ન વરસ. મનમાં જે તકલીફો અને સંવેદનાઓ છે એનો સમયાંતરે નિકાલ સારો. દીકરા-વહુનો વસ્તાર વધશે, ત્યારે આ રીતે એકસાથે વરસીશ તો બધું તણાઈ જશે અને તું સંગાથની ઝંખના કરતી હવાતિયાં મારીશ."


ગઈકાલે આવી જ રીતે વરસેલાં મૂશળધાર વરસાદ પછી હવાતિયાં મારી રહેલ સંધ્યાબેનને પતિની તસવીર સામે જોતાં આ શબ્દો યાદ આવ્યાં અને તેમની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા માંડ્યો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ