વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રસ્તાની પેલે પાર

રસ્તાની પેલે પાર


           આકશે વાદળી ચડી અને ધીમો ધીમો વરસાદ મંડાયો. થોડી જ વારમાં વીજળીના ચમકારાઓ સાથે વરસાદ તૂટી પડ્યો. મોસમનો પહેલો વરસાદ વરસતાં રસ્તાની આ બાજુ આવેલા બંગલાઓમાં રહેતાં લોકોમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો હતો. પોતાની ખુશી વ્યક્ત કરવા ઘણાં લોકો તો પોતાના ઘરોની બહાર આવી વરસાદમાં પલળવા લાગ્યાં અને જોર જોર થી ગાવા લાગ્યાં, “આવ રે વરસાદ ઢેબરિયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક”


           રસ્તાની પેલે પાર આવેલી પોતાની ઝુંપડીમાં ભરાયેલા પાણી ઉલેછતાં ઉલેછતાં તેનું ધ્યાન લોટના ડબ્બા તરફ જતાં સ્વગત જ બોલાય ગયું, "ઉની ઉની રોટલી હશે તમારે ત્યાં, અહીં તો આ પલળેલો...." અને પોતે પોતાનું વાક્ય જ ખાઈ ગયો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ