વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પહેલાં ફોરાંની વાત

એક વાત મારે તને,ઉછીની કરવી છે

ને, પહેલાં ફોરાંની સાક્ષીએ કરવી છે


છે એ પોતીકીજ,તોય હજું અજાણી છે

બસ,તારી હા લગી જ ઉધાર રાખવી છે


પહેલાં વરસાદની મહેંક સમી એ મઘમઘતી છે

ને, ખુલ્લા આકાશ તળે છત્રી જેમ પલળતી છે


વગર વાદળે વરસી જાય એવી લાગણીભીની છે

ને, મરડે મોઢું તો,પળમાં ખરતી વિજળી સમી છે


જેમ ખેતરમાં પલળે ચાડીયો ને,ખેડૂ હરખાય છે

બસ એમ તને હરખાતી,જોતા શમણાં સમી છે


ચાલ આવ હવે,બે ચાર વાદળ એમજ બાંધીએ

પ્રણય-ભીની એ વાત વરસતા વરસાદ સમી છે


આશુમન સાંઈ યોગી રાવળદેવ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ