વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સહાય

         કચેરીમાં આજે રૂપિયાની થેલી લઈને આવેલા અરજણ સામે જોઇને ક્લાર્ક ખંધુ હશ્યો “તમે તો કેહતા હતાને વાવાજોડમાં મારુ સર્વસ્વ જતુ રહ્યું! આ રૂપિયા ક્યાંથી આવ્યા? પહેલાથી જ વહેવાર સાચવ્યો હોત તો દસ ધક્કા ખાવા ન પડતા.”

           “સાહેબ સાચી વાત છે તમારી આ પૈસા લઈલો અને સહાયનો ચેક આપી દો.”

          ચેક જોતા રમાએ અરજણને કહ્યું “હાશ સારું થયું હવે છાપરું ય ઉભું થશે અને શેઠને ત્યાંથી વીંટી પણ છોડાવી શકાશે.”

“વીંટી તો ક્યારની છોડાવી લાવ્યો બસ આ ચેક જમા થાય એટલે અડધા નાણાં શેઠને આપવાના છે.”

“અરે વાહ! ક્યાં છે વીંટી? આપણા લગનની એકમાત્ર યાદગીરી.”

       અરજણ સજળ નયને સહાયના ચૅક સામે જોઈ રહ્યો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ