વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બે રૂપ

       વરસાદની હેલી શરૂ થતાં થોડાક દિવસ ખેતરે જવાનું બંધ થયું. એને લીધે અનાયાસે મળેલા ફુરસદના સમયમાં નવવધૂ રમા અને તેનો પતિ અરજણ આનંદની હેલીમાં ખોવાઈ ગયા. એ સમયે દીવાલની બીજી તરફ રહેલી વિધવા ઝમકું, તેના કાને આવી રહેલ બંને હેલીઓના અવાજથી છૂટવા માટે દૂર વૃક્ષ નીચે ઉભેલા તરસ્યા ચાતકને જોઈ રહી હતી.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ