વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મેઘ (હાઈકુ સપ્તક)

નિહાળે વાટ

ચાતકનજરે એ,

પ્રિયતમની.


રાગ મલ્હારે,

થનગને દલડું,

મોહ્યું મનડું.


હેતની હેલી,

હરખ આગમને,

તરબતર.


ભીનાશભરી

સંતૃપ્તા અધરોની,

પિયુ મિલને.


ભીંજવે હૈયું,

લાગણીની છાલક

અનરાધાર.


પ્રીતનાં સ્પર્શે

ઉષ્માનું આલિંગન

પ્રેમાંકુરિત.


મેઘમિલને

અવનિની લીલાશ,

દીઠે ચોપાસ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ