વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શોખ કે મજબૂરી

વરસાદનું જોર વધી રહ્યું હતું. પાણીમાં ડૂબેલા રસ્તાઓ સુમસાન ભાસતા હતા. વરસતાં વરસાદે એકલો જ નીકળી પડેલો વૈભવ હવે પોતાની જ ઘેલછા પર જ અકળાઈ રહ્યો હતો.વૈભવે જાતને ટપારી," આવો મુશળધાર વરસાદ ને તું એકલો જ શેકેલી મકાઈ ખાવાની ઇચ્છા થતા નીકળી ગયો છે ! આને મૂર્ખાઈ કહેવાય. " એણે મનને જવાબ આપ્યો," આ મારી મૂર્ખાઈ નથી જરૂરીયાત છે, વરસતો વરસાદ હોય ત્યારે ભજિયાં ખાવા, ગરમ કટીંગ ચા પીવી અને મકાઈ ખાવી નાનપણથી ટેવ જ છે મને ! "


ત્યાં જ વૈભવને રોડના કિનારે સગડીને ઝગતી રાખવા માટે ફૂંકો મારતો એક લારીવાળો દેખાયો અને દેખાઈ તેની મનપસંદ મકાઈ ! વૈભવે કહ્યું , " એક ગરમાગરમ મસાલેદાર મકાઈ વધારે લીંબુવાળી કરજો ! "


રોડ પર નજર કરીને ઊભેલાં વૈભવનાં કાનોમાં એક દુબળો ઠંડીના કારણે ધ્રૂજતો આવાજ રેડાયો, "માં હું હવારની તન કઉં સું મન ભૂખ લાગી સે, તો તું આ ડોડો પકડાવી દેશ ! મન આ ખાઈને પેટમાં દખે સે, તું સે ને કોળિયો ખીચડી દૈ'શને કે અરધો જ રોટલો તો ય ખૈ લઇશ .મારથી આ ડોડો નૈ ખવાતો હવે ! " 


વૈભવે નજર કરી તો એ મકાઈનાં ડોડા વેચનારની સાત આઠ વરસની માસૂમ છોકરી માં પાસે બેસીને વિનવી રહ્યી હતી. આજે વૈભવને શોખ અને મજબૂરી વચ્ચેનો સાચો ભેદ સમજાઈ ગયો.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ