વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમ



" પ્રેમ "




એક આશા પ્રેમની તારા પાસે રાખું છું ,

તારી મીઠી યાદો હંમેશા સાથે રાખું છું !


વિહાર કરું છું, હું તારા સ્મરણોમાં તો ,

શ્વાસની ગણતરી મારા શ્વાસે રાખું છું !


પ્રેમપત્ર લખ્યા ઘણા આપણે બંને એ ,

પ્રેમના શબ્દો હૈયાનાં ઊંડાણે રાખું છું !


એક હૈયાથી, બીજા હૈયે બંધાયા તાર ,

તારું ને મારું નામ લખી હાથે રાખું છું !


સ્વીકાર્યો મને જ્યારથી હૃદયનો રાજા ,

બનાવી રાણી હૈયાનાં ધબકારે રાખું છું !


વધી રહ્યા ધબકાર "સ્વપ્ન રાહ"ના હૈયે ,

એક આશા પ્રેમની તારા પાસે રાખું છું !



કિશન પટેલ "સ્વપ્ન રાહ".


સુરત.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ