વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માધવની મોરલી

માધવ તારી મોરલીમાં શું જાદું ભર્યા?

ગોપીઓ તો સૌ રાજી રાજી,

ને રાધા તુજ પર વારી વારી......માધવ૦

ઓ કામણગારા નંદના છોરા,

આંટી મારી પગની ઊભો તું,

કેવો મજાનો રૂડો રૂપાળો લાગે....માધવ૦

યમુના કિનારે માધવ મોરલી વગાડે,

ને સૂતી રાધાને પ્રેમથી જગાડે,

ગોપીઓ સૌ ટોળે મળે પછી,

મહારાસ ગજબનો સજાવે.........માધવ૦


                          --હર્ષદ ગોસાઈ "હર્ષ"






ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ