વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચાલો પાછા વળી જઈએ

જડવાનું કઈ નથી આ એકતરફી સફરમાં,
સફર ને અહી જ થંભાવી દઈએ,
ચાલો પાછા વળી જઈએ...

થઈ રહ્યું છે અપમાન પ્રેમનું ભરી મેહફીલમાં,
આત્મ સન્માન થોડું જાળવી લઈએ,
ચાલો પાછા વળી જઈએ...

વિરહ ની વેદનાને ઉતારી રહ્યો છું કાગળ માં,
તારી બેરુખી ને બે શબ્દો માં વર્ણવી લઈએ,
ચાલો પાછા વળી જઈએ...

અલગ તળી રહ્યો છું હું લોકોની ભીડ માં,
ખુદની ઓળખાણને છુપાવી લઈએ,
ચાલો પાછા વળી જઈએ...


- કૈફી માણસ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ