વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઉડતો સિંહ !

આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે. જીવિત કે મૃત વ્યક્તિ સાથે  કોઈ સંબંધ નથી.આવો સંબંધ માત્ર એક સંયોંગ છે.


.________________________________________


                  સોરઠ ધરા જગ જૂની અને ગરવો ગઢ ગિરનાર. કોઈ જોગી જટાળો હોય એવું ગીરનું જંગલ. ચોમાસે દર્શન કરો તો થાય કે આહા ! પ્રકૃતિ તો અહીંયા જ. અને જોતા વેંત જ મન તૃપ્ત થાય એવું ગાંડુ ગીર, એમાં પાછું ભળે હિરણનું નીર !.  ગીરનું જંગલ ભિન્ન ભિન્ન પ્રકારના પશુઓ અને પક્ષીઓનું ઘર છે. પ્રકૃતિ પ્રેમીઓનું આકર્ષણનું કેન્દ્ર ગીર કાયમ રહ્યું છે.અને ગીરના જંગલમાં થોડો ઘણો માનવ વસવાટ પણ ખરો.                     


 ગાંડુ ગીર જેની ત્રાડે ગુંજી ઉઠતું, જેનું આગમન થાય કે દુશ્મન બધા ફફડી ઉઠે,ઘણા પશુઓને હાશકારો થઈ જાય અને જો ક્રોધે ભરાય તો ગીર ડોલાવી નાખે એવી તાકાત જેના પંજામાં અને ગર્જનામા હતી તે ડાલામથ્થો "ઘાયલ" આ જંગલનો રાજા હતો.                  


                    ઘાયલના પપ્પા "ટેલા" આ જંગલના જ્યારે રાજા હતા ત્યારે જ એના દીકરા "સમ્રાટ"ને આ જંગલનો આગામી રાજા ઘોષિત કરી દીધો હતો. પણ આ બાબત અમુક જંગલના પ્રાણીઓને પસંદના આવી. આ એજ પ્રાણીઓ હતા જે કારણ વગર શિકાર કરતા અને એવા પ્રાણીઓને ટેલાં નો ઠપકો મળેલો એટલે એ વાઘ, ચિત્તો અને દીપડો આ ત્રણેય ટેલાંનાં વિરોધી હતા. માટે એમણે નક્કી કર્યું કે "સમ્રાટ" નો કાંટો કાઢી નાખીએ. સમ્રાટ નાનો નહોતો, બેશક રાજા ટેલો હતો પણ સમ્રાટ જ જંગલ સાંભળતો હતો. સમ્રાટ યુવાનીના પગથિયાં ચડી રહ્યો હતો, સમ્રાટ ને જંગલની એક ખૂંખાર સિંહણ નામ એનું હતું "રક્ષા" નાજુક એની કમર આંખોમાં તેજ . સમ્રાટના દિલના તાર આ રક્ષાએ ધ્રુજાવી નાખ્યાં હતાં. અને સમ્રાટ પણ કઈં જેવો તેવો નહોતો રક્ષા શું કામ એના પ્રેમમાં ના પડે ! બન્ને એકમેકને ચાહતા હતા. અને આખું જંગલ આ જોડીને વખાણી રહ્યું હતુ. રક્ષાને તો બધી રાણી કહીને જ બોલાવવા લાગ્યા. સમ્રાટના મમ્મી તો ઘણા વર્ષ પહેલા જ શિકારીઓનો ભોગ બનેલા સમ્રાટને એ વાતનું હજુ ઘણું દુઃખ હતું.                 

એકવાર સમ્રાટ અને રક્ષા બન્ને સાથે ફરવા નીકળ્યા. સમ્રાટ ધીમે ધીમે આગળ ચાલી રહ્યો હતો સાથે સાથે રક્ષા પણ. એક નાનકડા પાણીના વહેણમાં રક્ષા બેસી ગઈ અને સમ્રાટને કહ્યું, " સમ્રાટ આવને ન્હાવા કેટલો તડકો છે"અરે ગાંડી બહાર નીકળ લુ લાગી જાસે, સમ્રાટે કહ્યું. અચાનક કઈક ઝાળી ખખડી. સમ્રાટે રક્ષાને કહ્યું જલદી છુપાઈ જા. રક્ષા તો આદેશ માની છુપાઈ ગઈ. સમ્રાટ હવે અવાજની દિશામાં આગળ વધી રહ્યો હતો ત્યાં જ ઝાડ પર થી દીપડાએ અને ચિત્તાએ સમ્રાટ પર હુમલો કર્યો. અચાનક પીઠ પાછળ વાર થતાં સમ્રાટ નીચે પડી ગયો, તરત બીજી બાજુ થી વાઘે એટલે કે ટીડાએ સમ્રાટ પર હુમલો કરી દીધો.સમ્રાટ હવે ક્રોધે  ભરાયો ત્રાડ પાડી ત્યા તો ત્રણેય દૂર થઈ ગયા. રક્ષા સમ્રાટની ત્રાડ સાંભળીને તે દિશામાં ગઈ. ચિત્તા, દીપડા અને ટીડાએ એકસાથે સમ્રાટ પર વાર કરવા કહ્યું ત્રણેય એકસાથે સમ્રાટ પર વાર કરે છે પણ ત્યાં તો રક્ષાએ છલાંગ મારી ત્રણેયનો વાર પોતાના પર જીરવી લીધો. રક્ષા ત્યાં જ ઢળી પડી. રક્ષાની આ હાલત જોઈ અતી ક્રોધે  ભરાયેલા સમ્રાટની ગર્જના સાંભળીને ખ્યાલ આવી ગયો કે સમ્રાટ હવે આપણને જીવતા નહિ મુકેં માટે ટિડો , ચિત્તો અને દીપડો ભાગ્યા. સમ્રાટ પણ તેમની પાછળ જાણે હવામાં ઉડ્યો જાય તેમ દોડ્યો. પણ આ ટીડા ની રમત હતી સમ્રાટને દોડાવીને એક ખીણ પાસે લાવવાની.ત્યાં ટીડાના અન્ય સાથી મિત્રો પણ હતા. બધાએ ભેગા થઈ સમ્રાટને તે ખીણમાં નીચે પાડી દીધો. રક્ષા પણ મૃત્યુ પામી અને સમ્રાટ પણ ખીણમા પડી ગયો. ટીડાએ ટેલાંની ગુફામાં જઈને તેને પણ મારી નાખ્યો. એક વાંદરાને બોલાવી સમાચાર આપ્યા કે મહારાજ મૃત્યુ પામ્યા છે અને સમ્રાટ ક્યાંક રક્ષા સાથે ભાગી ગયો છે, આજ થી જંગલનો રાજા ટિડો. ટીડાની સામે બાથ ભરે તેવું હવે કોઈ હતું નહિ એટલે અનિચ્છાએ પણ બધાએ ટીડાને રાજા માન્યો.                           

સમ્રાટ  ખીણમાં પડી ગયો હતો પણ હજુ મર્યો નહોતો. બાજુમાં એક નેસ હતું. ત્યાં વસતા માલધારીઓ ત્યાં ઢોર ચરાવવા આવતા,એવામાં એક માલધારીનુ ધ્યાન સમ્રાટ પર પડ્યું. હીમ્મત કરીને સમ્રાટ પાસે ગયા અને જોયું કે સમ્રાટના શ્વાસ ચાલુ હતા. તેમણે ભેગા મળીને સમ્રાટને એક ગિરનારની ગુફામાં રહેતા ગીરીબાપુના સાનિધ્યમાં લઇ ગયા. ગીરી બાપુ અદ્ભુત વ્યક્તિત્વ ધરાવતા હતા ચમત્કારિક શક્તિઓ પણ ધરાવતા.તેઓને પશુ ,પંખી ,પ્રકૃતિ બહુ વ્હાલી હતી.ગીરી બાપુએ સમ્રાટના ઘાવ પર ઔષધી લગાવી. બે દિવસ સુધી સતત સમ્રાટ બેભાન રહ્યો. ત્રીજા દિવસે ભાનમાં આવતા જ ગિરનાર ગજવી નાખે એવી ગર્જના કરી. નાનો એવો ભૂંકપ આવ્યો હોય એવું લાગ્યું. ગીરી બાપુ બહાર હતા.મોટી દાઢી,મોટી જટા શરીરે ભભૂત દોડીને બાપુ ગુફામાં આવ્યા, શાંત ..શાંત...શાંત..ત્રણ વાર બાપુ શાંત બોલ્યા પછી સમ્રાટ શાંત થયો. બાપુએ પૂછ્યું તારું નામ શું છે?       " ઘાયલ , મારું નામ ઘાયલ છે".               

         સમ્રાટ નામ ના આપ્યું હવે એ ઘાયલ હતો. એને રક્ષાની યાદ આવી રહી હતી. એનામાં બદલાની આગ ભડકી રહી હતી. ગીરીબાપુએ પોતાની શક્તિથી સમ્રાટ સાથે બનેલી ઘટના જોઈ લીધી.    " ઘાયલ, તારે હજુ આરામ કરવાની જરૂર છે પછી તું જંગલમાં જજે, અને તારા દુશ્મનોને સજા કરજે". ગીરીબાપુની વાત ઘાયલે માની લીધી.પણ એ રાતે બાપુ જંગલમાં ગયા અને રક્ષાના મૃત શરીરને એક બીજી ગુફામાં ઔષધી લગાવીને રાખ્યું.                 

   ઘાયલ હવે સ્વસ્થ હતો, બાપુએ ઘાયલને કહ્યું જ્યારે પણ મારી જરૂર પડે તો મને યાદ કરજે.હું ચોક્કસ તારી પડખે ઉભો રહીશ.ઘાયલ તો ચાલ્યો જંગલ તરફ.                      

આ જંગલ હંમેશાથી વિદેશીઓ માટે આકર્ષિત રહ્યો છું. એક વિદેશી ફોટોગ્રાફર યુવતી ગ્રેસી જંગલમાં ફોટા પાડી રહી હતી,પણ ફોટા પાડવામાં પાડવામાં તે પોતાના કાફલાથી દૂર આવી ગઈ.ઊંડા જંગલમાં ગ્રેસી પહોંચી ગઈ. બરાબર તે જ સમયે ટિડો બહાર ફરવા નીકળેલો અને એની નજર ગ્રેસી માથે પડી. ગ્રેસી તો ટીડાને જોઈ ને ડરી ગઈ તે પાછા પગલે ચાલવા લાગી અને ટિડો તેની તરફ આગળ વધી રહ્યો હતો. ગ્રેસી ધીમે ધીમે પાછળ જઈ રહી હતી ત્યાં પાછળ મોટું ઝાડ હતું ગ્રેસી તેની સાથે અથડાઈ ગ્રેસી ત્યાં ઉભી રહી ગઈ, અને ટિડો તો ઘુરકીયા કરતો કરતો આગળ આવી રહ્યો હતો ત્યાજ એક મોટી ગર્જના થઈ અને ગ્રેસી ઉભી હતી તે ઝાડ પાછળથી ધાયલે છલાંગ મારી." ખબરદાર ! જો આગળ વધ્યો તો" ઘાયલ બોલ્યોટીડો તો ગભરાય ગયો. સમ્રાટ તું જીવે છે ! પણ પછી ગુસ્સે થઈને કહ્યું મારીજ ભૂલ હતી તારા પર દયા કરીને વળી જીવતો જવા દીધો.      

 "સમ્રાટ તો મરી ગયો, આ ઘાયલ છે અને ઘાયલ સિંહ શું કામ ખૂંખાર હોય એનો પરચો હવે તને હું બતાવીશ, ઘાયલ બોલ્યો. પણ ટીડો તો ભાગ્યો જંગલમાં. ઘાયલને ખબર હતી કે ભાગીને જશે ક્યાં એ એને તો પકડી જ લેવાનો છે એને ખ્યાલ હતો એટલે એણે ગ્રેસી તરફ જોયું.   "ડરવાની જરૂર નથી, તું હવે સલામત છે. " ઘાયલ શું બોલ્યો એને કાઈ સમજાયું નહિ પણ ચહેરાના હાવભાવથી તે સમજી ગઈ કે હવે તે સલામત છે. ઘાયલે તેને પોતાની સાથે આવવા કહ્યું. ગ્રેસી તેની સાથે ચાલવા લાગી. ઘાયલ તેના પિતાની ગુફાએ આવીને તાત્કાલિક સભાનું આયોજન કર્યું.તેની સાથે અને રક્ષા સાથે જે ઘટનાં બની તે બધી વાત કરી. બધા પ્રાણીઓ ઘાયલના આગમનથી ખુશ હતા અને ઘાયલનાં સપોર્ટમાં હતો. ગ્રેસી તો આ જંગલ સૃષ્ટિ અને આ પશુ પક્ષીઓનું જીવન તેમની ભાષા જોઈને જંગલમાં ખોવાઈ ગઈ.               

  હવે ઘાયલ ટીડા અને તેના બન્ને સાથીને મોતને ઘાટ ઉતારી રક્ષા અને તેના પિતાના મોતનો બદલો લેવા માંગતો હતો. તેણે જંગલમાં ફરવાનું ચાલુ કરી દીધું. ગ્રેસી પણ તેની સાથે જ ચાલતી. જંગલમાં ફરતાં ફરતાં જ્યારે ગ્રેસી થાકી જતી ત્યારે તે ઘાયલની પીઠ પર બેસી જતી. ગ્રેસી ઘાયલ ના દર્દને મહેશુસ કરી શકતી હતી . ઘાયલ ના જીવનનો ખાલીપો તેને વર્તાય ગયો. તેણે આજીવન ઘાયલ સાથે રહેવાનો નિર્ણય કર્યો. આખું જંગલ ફરી વળ્યા પણ દુશ્મન ક્યાય મળ્યા નહિ.ઘાયલ અને ગ્રેસી પાછા ગુફામાં આવ્યા. આખરે દુશ્મન ભાગી ક્યાં ગયા એ વિચારમાં ઘાયલ બેઠો છે. અચાનક તેને કઈક યાદ આવ્યું અને તેણે ગ્રેસીને કહ્યું , મારી સાથે ચાલ. અને ગ્રેસી ફરી ઘાયલ સાથે ચાલવા લાગી. ઘાયલ તેને એવી જગ્યાએ લઈ ગયો જ્યાં અનેક ફળના વૃક્ષ હતા. ગ્રેસીએ ફળ તોડી ને ખાધા અને ત્યાં જ ઘાયલની પડખે બેસી ગઈ અને નીંદર આવી ગઈ. ઘાયલ પણ તેની બાજુમાં જ બેસી ગયો.




ઘાયલ ગ્રેસી ને જોતો અને રક્ષા યાદ આવી જતી.પણ તે સાવ નિઃસહાય હતો એ બાબતે.

એવામાં કેટલાક શિકારીઓ જંગલમાં આવ્યા શિકાર કરવા માટે. આમ તો જંગલ ખાતું  હતું જંગલનાં રક્ષણ માટે પણ એમાંથી એક અધિકારીએ લાંચ લઈને આ શિકારીઓ ને જંગલમાં શિકારની પરવાનગી આપી હતી. આ શિકારીઓ આધુનિક હથિયારો સાથે જંગલમાં ઘૂસ્યા. ચિત્તો ઝાડ પર બેઠો બેઠો આ બધું નિરીક્ષણ કરી રહ્યો હતો. તેણે શિકારીઓને બૂમ મારીને કહ્યું તમે હરણ ને મારીને બહાદુર ના થઈ શકો, મારવો હોય તો જંગલનો રાજા ઘાયલ એને મારો. આ સાંભળીને શિકારીઓએ કહ્યું ક્યાં છે ઘાયલ? ચિત્તા એ કહ્યું અમે તમારી મદદ કરશું. તમારે ઘાયલને મારવાનો છે. ચિત્તો તે શિકારીઓને ટીડા પાસે લઈ ગયો.અને શિકારી તેમજ ઘાયલના દુશ્મન બધા ભેગા મળી ગયા આમ તો હવે ઘાયાલના દુશ્મન આખા જંગલના દુશ્મન થઈ ગયા હતા.                     

     ઘાયલ ગ્રેસીનેં ત્યાં સુવાડી જંગલમાં આંટો મારવા નીકળ્યો ક્યાં શું ચાલી રહ્યું છે તે જોવાના આશયથી તે જંગલમાં ફરી રહ્યો હતો. એક ઝાડ નીચે તાપણુ થતું હતું અને ફરતે ૮-૧૦ લોકો બેઠા હતા અને સાથે ટીડો, ચિત્તો અને દીપડો પણ. ઘાયલ તેમની વાત સાંભળવા લાગ્યો.          

 " તમે લોકો ઘાયલ ને મારી નાખો અને મને જંગલનો રાજા બનાવી દો, ટીડો બોલ્યો. અને હા ઘાયલ સાથે એક ખૂબસૂરત છોકરી પણ છે તમે એને પણ લઈ જાજો. શિકારીઓ તો રાજી થઈ ગયા.શિકારીઓ એ નક્કી કર્યું કે આ જંગલમાં જો બધા પ્રાણીઓનો શિકાર કરી ને એનું ચામડું વેચવામાં આવે તો આપણે માલદાર થઈ જઈએ. ત્યાં તો ઘાયલે પંજો પછાડ્યો અને ધરતી ડગી ગઈ.       " તમારો બાપ હજુ જીવે છે, " ઘાયલ ગુસ્સામાં બોલ્યો.જંગલના એકપણ પશુ ને હાથ લગાવીને તો જુઓ. ત્યાં તો શિકારી બંદૂક તાકવા જાય એ પહેલાં જ વીજળી વેગે ઘાયલ કૂદ્યો. અને એક શિકારીને ત્યાં જ મોતને ઘાટ ઉતારી દીધો.ટીડો અને ચિત્તો પણ ઘાયલ પર તૂટી પડ્યા. પણ એમ ક્યાંથી હવે ઘાયલ એમને છટકવા દે ! એક જ પંજે ટીડા ને મોતને ઘાટ ઉતારી દીધો. અને પછી ચિત્તા અને દીપડાને પણ પતાવી દીધા.શિકારીઓ અંધારામાં ફાયરિંગ કરતા રહ્યા અને એક ગોળી પછી ઘાયલને પણ વાગી.ઘાયલ માંડ માંડ એક કાંટાળી ઝાડીમાં ગયો અને ત્યાં સંતાયો. તેની આંખો બંધ થઈ રહી હતી અને એની સાથે શિકારીઓ ની વાત પણ કાનમાં ગુંજી રહી હતી. એક રાજા તરીકેનું એનું કર્તવ્ય યાદ હતું એ કોઈ પણ ભોગે શિકારીઓને જંગલમાં શિકાર કરવા દેવા માંગતો નહોતો. એણે આંખ બંધ થતાં થતાં, ગીરીબાપુ નું સ્મરણ કર્યું ને તે જ ઘડીએ બાપુ ઘાયલની સામે આવીને ઉભા રહ્યા. ઘાયલની ગોળી બાપુએ કાઢી. ઘાયલે બાપુને શિકારીઓ ની વાત કીધી. બાપુ પણ કોપાયમાન થયા.                    " ઘાયલ મારી વર્ષોની તપસ્યાનું ફળ આજ તને આપુ છું," મારી ઉડવાની તાકાત આજ હું તને આપીશ. એ તાકાત મળતા તું વધુ શક્તિશાળી થઈ જઈશ અને જંગલની રક્ષા કરવા માટે કામ લાગશે, ગીરીબાપૂએ કહ્યું. સવાર પડી ગયું. બાપુએ સવાર થતાં જ ઉડવાની શક્તિ ઘાયલને સોંપી દીધી. એક તો  ખૂંખાર ઘાયલ ને એમાં હવે પાંખો આવી. હવે જંગલના દુશ્મની ખેર નહોતી.                

  આ બાજુ શિકારીઓ ના હાથમાં ગ્રેસી આવી ગઈ, તેઓ તેની સાથે જબરજસ્તી કરતા હતા. પણ ત્યાં જ આકાશમાંથી ઘાયલ નીચે ઊતર્યો. શિકારીઓ તો આવો ઊડતો સિંહ જોઈને જ હેબતાઈ ગયા. ઘાયલ એ ફરીવાર ગ્રેસીનો જીવ બચાવ્યો અને ઘાયલ એક એક શિકારી ને પકડી પકડી ને મારવા લાગ્યો. બીજા શિકારીઓ જંગલના બીજા ભાગમાં હતા એમને આ વાતની જાણ થતાં તેઓએ જંગલમાં આગ લગાવી દીધી.હવે આખું જંગલ જોખમમાં હતું. બધા પ્રાણીઓ ભાગા ભાગ કરી રહ્યા હતા.                    ઘાયલ ગ્રેસી ને લઈને બાપુની ગૂફાએ પહોંચ્યો અને જંગલની સ્થિતિ વિશે જણાવ્યું. ગ્રેસી ને ત્યાં જ રહેવા કહ્યું. અને પોતે જંગલ બચાવવા નીકળી પડ્યો. ગ્રેસી એ બાપુની ગુફામાં રક્ષાનું મૃત શરીર જોયું. તેને જોતા જ ખબર પડી ગઈ કે આ રક્ષા છે.બાપુને પૂછ્યું રક્ષા વિશે ,બાપુએ કહ્યું હું આને જીવતી કરવાનો પ્રયત્ન કરું છું, પણ કોઈ મનુષ્ય નિસ્વાર્થ ભાવે જ્યારે પોતાનો જીવ રક્ષાને નહિ આપે ત્યાં સુધી રક્ષા જીવિત નહિ થાય.                   ઘાયલ આગમાં ફસાયેલા બધા પ્રાણીઓને આગમાંથી દૂર લઈ જઈ રહ્યો હતો,પણ આગ આગળ વધી રહી હતી. ઘાયલ સીધો જંગલ ખાતાની ઓફિસમાં ઊતર્યો.અને કહ્યું કે તમારી જરૂર છે જંગલમાં આગ લાગી છે. પણ અધિકારીએ ધ્યાન ના આપ્યું કારણ કે આ સરકારની ચાલ હતી. આગ ના બહાના હેઠળ જંગલ ખતમ કરી તે ભૂમિ ભાગ શહેર બનાવવા માટે ઉપયોગમાં લેવાના હતા. હવે તો ઘાયલના ગુસ્સાનો કોઈ પાર નહોતો. એણે જંગલના બધા જાનવરને સુરક્ષિત સ્થળે એકલા હાથે પહોંચાડ્યા, પણ ખતરો ટળ્યો નહોતો હજુ આગ આગળ વધી રહી હતી. એને માનવજાત પર ગુસ્સો આવી રહ્યો હતો. એને આજ રક્ષાની કમી બહુ ખલતી હતી. ઘાયાલે હવે મનુષ્યને સબક શીખવાડવાનું નક્કી કર્યું. એણે પહેલા તો ફોરેસ્ટ અધિકારીને જ ઉપાડ્યો. અને આકાશમાં ઊડી ગયો. ફોરેસ્ટ ની ટીમ અધિકારીને શોધવા જંગલમાં આવી.પણ ક્યાંય પતો ના મળ્યો. એમને જંગલની આગ જોવા મળી છતાં તે લોકોએ એને બુઝાવવા ના પગલાં ના ભર્યા. ઘાયલ ફોરેસ્ટ અધિકારીને ધમકવી રહ્યો હતો. ફોરેસ્ટ અધિકારીએ કહ્યું કે પર્યાવરણ મંત્રીના આદેશ છે હું શું કરી સકુ.બધા મતલબી છો, ઘાયલ ગુસ્સામાં બોલ્યો.કોઈને હું જીવતા નહિ મુકુ. ઘાયલ ફોરેસ્ટ અધિકારીને મારવા જઈ રહ્યો હતો ત્યાં જ એ સમ્રાટ, આ શું કરી રહ્યો છે? ઘાયલેં પાછળ ફરીને જોયું તો રક્ષા ઉભી હતી.ઘાયલ તો દોડ્યો રક્ષા પાસે રક્ષા પણ દોડી ને ઘાયલ પાસે આવી પોતાનું માથું ઘાયલ ના માથે સાથે ભટકાડ્યું. ઘાયલ કઈ સવાલ કરે તે પહેલા જ રક્ષા એ કહ્યું બધા પ્રાણીને આદેશ આપી દે શહેર તરફ પ્રયાણ કરે આ મનુષ્ય જાત આમ નહિ સુધરે આપણે કોઈને મારવા નથી.એમના ઘરોમાં કબ્જા જમાવીને બેસીએ. ઘાયલ એ બધાના પ્રાણીને આદેશ કર્યા અને બધા પ્રાણી શહેર તરફ કૂચ કરવા લાગ્યા ઘાયલ અને રક્ષા આગળ ચાલી રહ્યા છે , બધા પ્રાણીઓ અને પક્ષીઓને આવતા જોઈ શહેરોના ફોન ગુંજી ઉઠ્યા.                   ઘાયલ એ શહેરમાં આવી ગર્જના કરી બધા ફફડીગયા, તાત્કાલિક ધોરણે શહેરમાં આર્મી ને ઉતારી દેવામાં આવી, આર્મીના અધિકારી ને શૂટિંગ ના ઓર્ડર આપવામાં આવ્યા હતા છતાં આર્મી અધિકારીએ ઘાયલને આ કરવાં પાછળનું કારણ પૂછ્યું. ઘાયલે જંગલમાં લગાવેલી આગ વિશે જણાવ્યું. અને એના પાછળ  આ મનુષ્યનો સ્વાર્થ છે. આર્મી અધિકારીએ ઘાયલને વચન આપ્યું કે તે આગ બુઝાવવાની જવાબદારી અમારી. અને તાત્કાલિક ધોરણે હેલિકોપ્ટર દ્વારા આગ બુજવવા માટે સરકારને જાણ કરી જો આગબુઝાવવામાં નહિ આવે તો આર્મી સરકાર સામે લડવા તૈયાર છે, એક બાજુ પ્રાણીઓ,બીજી બાજુ આર્મી ,સરકાર ભીંસમાં આવી ગઈ. અને તાત્કાલિક ધોરણે આગ બુઝાવવા માં આવી.                    ઘાયલ એ જંગલમાં જઈને જોયું આગ બુઝી ગઈ હતી પણ અડધું જંગલ રાખ થઈ ગયું હતું. ઘાયલ એ બધા પ્રાણીઓ ને જંગલ પાછા ફરવા કહ્યું. ઘાયલે હવે આજીવન જંગલમાં મનુષ્ય પ્રતિબંધની ઘોષણા કરી દીધી.ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ નહિ.ઘાયલ એ કહ્યું હું હજુ સક્ષમ છું આ જંગલની સલામતી પૂરી પાડવી એ મારી જવાબદારી છે.આ કપટી મનુષ્યના ભરોશે ના રહેવાય. 

રક્ષા એ કહ્યું," સમ્રાટ બધા કપટી નથી હોતા". ગ્રેસી એ પોતાનો જીવ મને આપીને જીવતી કરી છે તારા માટે. ગ્રેસી નું આ બલિદાન જોઈ ઘાયલ ગદગદ થઇ ગયો. રાક્ષાએ કહ્યું બધા મનુષ્યો ખરાબ નથી, અમુકની સજા બધાને શું કામ આપવી ? મનુષ્યો ભલે જંગલમાં આવે પણ જ્યારે જ્યારે જંગલને નુકશાન પહોંચવાની કોશિશ કરશે ત્યારે પ્રાણીઓ શહેર તરફ કૂચ કરશે અને બીલકુલ દયા નહિ દાખવે. અંતે મનુષ્ય જાત ને જંગલમાં હરવા ફરવાની રજા મળી ગઈ એ પણ વિદેશથી આવેલી ગ્રેસી ના પ્રતાપે. ઘાયલ તો હવે આખા જંગલમાં ઘાયલ તરીકે જ પ્રખ્યાત હતો પણ રક્ષા માટે તો તે સમ્રાટ જ હતો એના દિલનો સમ્રાટ .          

  ઘાયલ અને રક્ષા બન્ને લગ્ન કરીને હવે ખુશી ખુશી જંગલ સંભાળી રહ્યા છે, અને હવે તો રક્ષા ખુશખબરી આપવાની હતી ! ખુશી ખુશી જંગલમાં ઘાયલ અને રક્ષા ના ગુણગાન ગવાય છે અને બધા ખુશ ખુશાલ છે, ગીરિબાપુ પણ ઘાયલ અને રક્ષાને સાથે જોઈ અને જંગલ ફરી ખીલી ઊઠતું જોઈ ખુશ ખુશ હતા.અને પ્રવાસીઓ પણ હોંશે હોંશે જંગલ નિહાળવા આવતા હતા બધા ઘાયલને જોવા આવતા હતા, આવો પાંખું વાળો સિંહ બીજે ક્યાંય નહોતો, એવામાં એક નાનું બાળક ઘાયલ ને જોઈ બોલ્યો    

 " ઊડતો સિંહ...!                             

  ( સમાપ્ત  )


સોલંકી જીગ્નેશ"સાવજ"




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ