વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગીરનો સિંહ

કપટ નથી જેના લોહીમાં,

પ્રમાણિકતા વહે છે જેની નસ નસમાં.

મૂકે નહિ સાંધિયો શિકાર,

સામી છાતીએ લડે  જોરદાર.

એની નજર ધારદાર,

એની ડણક ડુંગરા ડોલાવે;

પંજા નાખતો આવે,

જાણે ધરણી ધ્રુજાવે.

કેહરી તણા ઉપનામ જેના,

જાણે જોગી જટાળો.

મોતને કરે મીઠું,

પણ ભાગે નહિ જો પડે ભિંહ,

એવો અમારો ગીરનો સિંહ.


સોલંકી જીજ્ઞેશ"સાવજ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ