વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઢીંગલીને તો તરતા નથી આવડતું

શ્રાવણ માસ નિમિત્તે ઘરમાં ભાગવત કથાનું પારાયણ થઈ રહ્યું હતું. દાદા, દાદી, મા, પિતા, કાકા, કાકી, ભાઈ, બહેન એમ ઘરના સર્વ સભ્યો ધ્યાન દઈને સાંભળી રહ્યા હતા. ચાર વર્ષની નાનકડી પીહુ પણ પોતાની ઢીંગલીને ખોળામાં લઈ કાકાના ખોળામાં બેસી રમતા રમતા સાંભળી રહી હતી.

કથાકારે પૃથ્વી પર પ્રલયની ઘટના વર્ણવવાનું શરૂ કર્યુ.

"પૃથ્વી પર અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો. સર્વત્ર પાણી જ પાણી. નદી નાળા છલકાઈ ઉઠ્યા, તોય વરસાદ અટકવાનું નામ નહી. ધીરે ધીરે બધુ ડુબવા લાગ્યું. ગામ, નગર, ટેકરી, પહાડ બધુ પાણીમાં ગરક થવા લાગ્યું..."

સૌ ધ્યાન દઈ સાંભળી રહ્યા હતા ત્યા જ અચાનક નાનકડી પીહુ રડવા લાગી.

"શુ થયું દિકા?" કાકા લાડકીને પુછી રહ્યા.


...તો પોતાની ઢીંગલીને હાથમાં લઈ હીબકા ભરતા પીહુ બોલી, "મારી ઢીંગલીને તો તરતા નથી આવડતું!"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ