વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હેરિટેજ



  ધૂંટણસમા પાણી અને ધોધમાર વરસાદમાં નોકરીએથી પાછાં ઘેર જતાં , કિંજલ રસ્તામાં મૂંઝાયેલા અપરિચિત વૃદ્ધને પોતાની સાથે રિક્ષામાં લીફટ આપે છે. વૃદ્ધનું ઘર આવતાં, એ કિંજલને માથે આશીર્વાદસહ હાથ ફેરવતાં કહે છે કે "બેટા તમારે ઘેર પહોંચીને તરત ભીનાં કપડાં બદલીને, ગરમ આદુવાળી ચ્હા પી લેજો. શરદી ના થઈ જાય!"


એક મોટી છીંક સાથે ઘરમાં પ્રવેશતાં, કિંજલે ટીવી જોતાં  સભ્યોને પોતાની હાજરી નોંધાવડાવી. મંમીજીએ તરત બૂમ પાડી કહ્યું,' મનીષ જલ્દી આવી ગયો છે એને ભજિયાં બનાવી આપજે ને! અમારે તો ભાખરી શાક ચાલશે.' બાળકો મેગી.. મેગી.. કહેતા ચમચી અને બાઉલ વગાડવા માંડ્યાં. પપ્પાજીએ કહ્યું, 'અગાસી પર જોઈ આવને બેટા, પાણી નથી ભરાયાને!'


કિંજલ પરવારીને મોડી રાત્રે, માથામાં કળતર અને તાવથી ધગધગતા શરીર સાથે વિકસની ડબી લઈને આડી પડવા ગઇ, એને ફરી છીંક આવી અને વૃદ્ધના      ' એ' વાકયો કાને અફળાયા.


મનોમન વિચાર્યું 'ટેક્નોલોજી સંગે હરણફાળ ભરી રહેલા આ યુગને, શું એકબીજાની સાચી કાળજી અને લાગણી 'હેરિટેજ' તરીકે પણ જોવા મળશે ખરી?'







ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ