વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મોહરું

        હોસ્પિટલની બહાર ધોધમાર વરસાદ ચાલુ હતો, અને કનિકાની અંદર લાગણીઓનો વરસાદ ચાલુ હતો. કનિકા પોતાના ડોક્ટર સાસુ સાથે ગાયનેક હોસ્પિટલમાં બતાવવા આવી હતી. બેન્ચ પર બેસીને સોનોગ્રાફીના રીપોર્ટ ડોક્ટરને બતાવવા ગયેલાં સાસુની રાહ જોતી હતી. ત્યાં તેને કાને અવાજ અથડાયો રિસેપ્શન કાઉન્ટર પર બેસી બે નર્સ ટીવી માં સમચાર જોઈ રહી હતી.


        કનિકાનું ધ્યાન સમાચાર તરફ ખેંચાયું. ન્યૂઝ એંકર ગળું ફાટી જાય એટલી જોરથી ચીસો પાડી એક ત્યજી દેવાયેલી બાળકીની દુર્દશા વર્ણવી રહી હતી.


       "જુઓ આ બાળકીને જે સવારે આ કચરાના ઢગલા પરથી મળી આવેલી છે. એક દયાહીન, લાગણીહીન માતા એ પોતાની નવજાત બાળકીને તરફડીને મારવા માટે છોડી દીધી. ક્રૂર માતાને શોધવા પોલીસ પ્રયત્નો કરી રહી છે.


    કનીકાને પણ તે બાળકીની દયા આવવા લાગી, સાથે પોતાના આવનાર બાળકની ખુશ કિસ્મત પર મલકવા લાગી, અને ગર્વ હતો ક્ષિશિત પરિવાર પર. ત્યાં જ તેની પાછળ આવેલા પતિને જોઈ ચોકી ગઈ. પણ પતિનો હસતો ચહેરો જોઈ નિરાંત થઈ.


    "લે તને ભૂખ લાગી હશે આ જ્યૂસ પી લે" પતિના હેતાળ શબ્દોથી પ્રેરાઈ તેણે જ્યુસ પી લીધું. અને સમાચાર વિશે વાતો કરતી હતી ત્યાં ધીરે ધીરે બેભાન અવસ્થામાં પહોચી ગઈ.


ભાનમાં આવતાં જ પેટનો ખાલીપો ખુંચ્યો.

બાજુમાં પડેલી સોનોગ્રાફી રિપોર્ટ કનિકાને તેના પરિવારનું મહોરું ઉતારી સાચું રૂપ બતાવી ન્યૂઝ એંકર ની જેમ બૂમો પાડી રહ્યયો હતો.



















ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ