વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મનની વાત

મનની વાત


"તને આટલું યાદ ન રહ્યું? આજના દિવસની તો હું આખું વર્ષ રાહ જોઉં છું", અદિતિએ બુમરાણ મચાવી દીધું. ભૂલ તો થઈ હતી જ સુમીતથી, તેમની લગ્નતિથિ યાદ ન રાખીને. 

લાંબી ચાલેલી આ ઉગ્ર ચર્ચા બંનેની લાડલી ટીશા ધ્યાન દઈને સાંભળતી હતી. તેને કશું સમજાયું તો નહીં છતાં આંખોથી અણગમો વ્યક્ત કરીને તે બીજા રૂમમાં ભરાઈ ગઈ. 

લડતાં ઓફીસનો સમય થઈ ગયો એટલે  આયાને ટીશાનું ધ્યાન રાખવાનો આદેશ આપીને બંને ઘરની બહાર નીકળી ગયાં. સાંજે ઘરનો દરવાજો ખોલતાં જ અદિતિ ખચકાઈ. પોતાનાં જ ઘરે આવી છે ને? ઘરનો ખૂણેખૂણો ફૂલોથી મઘમઘતો હતો. તે સોફા પર શરીર ટેકવે ત્યાં તો સુંદર વેણી તેનાં વાળમાં મંડાઈ ગઈ. સાથે ફૂલોનાં ગુચ્છાનો વરસાદ વરસ્યો. અદિતિ શરમાતી સુમીતને વીંટળાઈ ગઈ. ટીશા સ્તબ્ધ થઈ બધું જોઈ રહી. તે દોડીને સુમીત-અદિતિને વળગી પડી. 

અદિતિના ગાલે વરસેલી ટીશાની પપ્પીઓ બંનેને ઘણું કહી રહી...

 

વંદના વાણી



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ