વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક અક્ષર P

એક અક્ષર "P"

પુનિતાએ પરાણે સગાઈને લગ્નની હા કહી  હતી ને એનાં ઘડિયા લગ્ન બહારગામ રહેતાં  સીધા સાદા પૂજીત  સાથે થઈ ગયાં.

પુનિતાની હથેળીના ખૂણે હંમેશ  "P"  લખેલો રહેતો.  કોલેજકાળ માં પ્રેમી  પરાશરે પ્રેમનો એકરાર કર્યો ત્યારે કહ્યું હતું  "P" ફોર પ્રેમ..પરાશરને પુનિતા..ને લાલ પેનથી પુનિતા ની હથેળીના ખૂણે  "P" લખી દીધો હતો.

ને પુનિતા રોજ એને  ઘૂંટી  ભૂંસાઈ નહીં એનું ધ્યાન રાખતી.

માસ્ટર પતાવી પરણવાના કોલને હવામાં ઓગાળી પરાશર હવાઈ રસ્તે..એન.આર.આઈ.છોકરીને પરણી ઉડી ગયો.

પુનિતા ના હાથને પોતાના હાથમાં લેતાં પૂજિત..મરક મરક હસતાં બોલ્યો..આ મારા નામનો "P"ઘૂંટવાનું ચાલુ પણ કરી દીધું...

હનીમુન ની રૂમમાં થી ફોન પર વાત કરતો પૂજિત..બોલી રહ્યો હતો.

મમ્મી.. અમે મઝામાં  છીયે..પુનિતા તો મારા નામનો "P" એની હથેળીમાં લખેલો રાખેછે.મને ખુબ પ્રેમ કરેછે.અમે ખુબ ખુશ છીયે.

પુનિતા એ બહાર પડતાં વરસાદ માં પોતાની હથેળી ધરી દીધી ને..લાલ રંગ ધોવાતો ગયો...




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ