વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આવે એક વાદળી

ઓતર દિશાથી આવે એક વાદળી,

વરસાદ લઈને સાથ રે..હા...

વરસાદ લઈને સાથ રે..હા.


વાદળ ગાજે,વીજળી ચમકે..

ગડગડાટ સંભળાય રે..હા....

ગડગડાટ સંભળાય રે..હા.


દરિયાના પાણીની વરાળ બનતી,

ઊંચે આકાશે ચડતી રે..હા...

ઊંચે આકાશે ચડતી રે..હા.


એ વરાળનું વાદળ બનતું,

ઊંચે આકાશે ઉડતું રે..હા..

ઊંચે આકાશે ઉડતું રે..હા.


ભેજ ભળતાં એ ભારે રે બનતું,

આવતું ધરતીની પાસ રે..હા..

આવતું ધરતીની પાસ રે..હા.


વૃક્ષો તણો સાદ સૂણીને,

વાદળ ત્યાં તો ઊભતું રે..હા..

વાદળ ત્યાં તો ઊભતું રે..હા.


ટીપે ટીપે વાદળ વરસતું,

બધા જીવોને તૃપ્ત કરતું રે..હા..

બધા જીવોને તૃપ્ત કરતું રે..હા.


મોરલા બોલે ને દેડકા રે બોલે,

હરખે જગ કેરો તાત રે..હા..

હરખે જગ કેરો તાત રે..હા.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ