વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લગ્ન વિનાનું જીવન..એક સૂર્યગ્રહણ

લગ્ન વિનાનું જીવન ...એક સૂર્યગ્રહણ..!!

મિષા અને સુરભી બંન્ને પાક્કી બહેનપણીઓ હતી.એક કંપનીમાં સાથે નોકરી મળતા બંન્ને પરિચયમાં આવી હતી.કંપની તરફથી મળેલા ફ્લેટમાં સાથે રહેતી હતી.
મિષાના લગ્ન નક્કી થતા એ લાંબી રજા મૂકી તેના વતન આવી હતી.સુરભીને લગ્ન શબ્દથી જ નફરત હતી.અનિચ્છાએ સુરભી લગ્નના બે દિવસ અગાઉ મિષાના ઘરે આવી હતી.બંન્ને બહેનપણી બ્યુટી પાર્લરમાં ટ્રીટમેન્ટ માટે આવી હતી.


"સુરભી,એક વાત કહું" મિષાએ ફેસિયલ કરાવતાં કરાવતાં બાજુની સીટમાંથી વાત શરૂ કરી.

"હમ્મ,બોલ ને" સુરભીએ કહ્યું.

"સુરભી,લગ્ન વિનાનું જીવન કદાચ સૂર્યગ્રહણના સૂર્ય જેવું હશે.અસ્તિત્વ તો છે પણ ઝાંખું.સૂર્ય કદાચ ગમે તેટલો તપેલો પણ સૂર્યગ્રહણ સમયે એ એક ઝાંખપ સાથે જ આપણને દેખાય છે.કદાચ લગ્ન વિનાના જીવનમાં આજ ઝાંખપ વર્તાતી હશે.સુરભી તને કહું છું. મારા લગ્નની તૈયારી ઘણી કરી હવે તું પણ કંઈક વિચાર."

"મિષા રજા મૂકી તારા મેરેજમાં હેલ્પ કરવા આવી છું. સો પ્લીઝ એન્જોય કર અને કરવા દે."સુરભીએ કંટાળા જનક જવાબ આપ્યો.

"35 એ પહોંચ્યા આપણે એટલે મેં બહુ જીવી બેચલર લાઈફ સો ઇટ્સ ટાઈમ ટુ સેટલમેન્ટ"

"મિષા,હું જતી રહું અમદાવાદ સ્ટોપ ઇટ.."

"ઓકે, ગુસ્સો ના કર ચિલ,મારું ફેસિયલ પૂરું.હું બહાર રાહ જોઉં છું.તું આવ પછી અહીંથી ચોલી સિલેક્ટ કરવા જઇએ."

સુરભીએ ઇશારાથી હા કહી બ્યુટીપાર્લરમાં ફેસિયલ માટે બેઠી.આંખો બંધ કરી સીટ પર આરામથી બેઠી. મિષાના શબ્દો પર અચાનક ભૂતકાળના ચેપટર ખુલવા લાગ્યા.
સુરભી મનમાં વિચારવા લાગી,"સાચે લગ્ન વિનાનું જીવન ગ્રહણ સમાન જ છે.પણ સૂર્યના તાપની ગરમીમાં ધગધગવું એના કરતાં ગ્રહણમાં જીવવું સારું.લગ્ન વગર જિંદગીમાં ઝાંખપ અનુભવાય એ સાચું,પણ એ તાપની બળતરા કરતા થોડી ઠંડક તો આપે.શું કામનું એ અંજવાળું જે રોજ મરવા મજબૂર કરે.કરણનો પેહલી જ મુલાકાતનો હસતો ચેહરો હજુ પણ નથી ભૂલાતો. ભાન ભૂલી હતી,એના દેખાવમાં શું ખબર એ સુંદરતા પાછળ કદરૂપા ઈરાદા ઘણા હતા.કોઈ સ્વાર્થ માટે બીજાનો આટલી હદે ઉપયોગ કરે ક્યારેય વિચાર્યું જ નહતું.બોસની સેક્રેટરીમાંથી મેનેજર સુધી મારી કાબીલીયત પર બની નહિ.ખરેખર મારો ગોલ્ડન પિરિયડ હતો. 28 વર્ષની નાની ઉંમરમાં જ મળેલું પદ બખૂબી નિભાવ્યું.કેમ મેં કરણને ઓળખવામાં ભૂલ કરી?એની સાથેના કડવા અનુભવે કદાચ એટલે જ મને લગ્ન જેવી વાહિયાત વસ્તુ પર ભરોસો નથી રહ્યો.ખુશ છું એકલી રહીને.કોઇના સંગાથમાં દુઃખી જીવવું એના કરતાં એકલા મોજ સારી."

"મેમ ઓલ કમ્પ્લેટ સો ઓપન યોર આઈસ.."અચાનક બ્યુટીશયનનો અવાજ કાને પડતા સુરભી ચોંકી ગઈ.

   આંખો ખોલતા જ સામે કાચમાં પોતાનો ચહેરો જોયો.હજુ એ જ સુંદરતા એ જ ગૌરવર્ણ બસ હતું નહીં તો,ચમક જે પાર્લરમાં ક્રીમથી આર્ટિફિસયલ આવી ગઈ હતી.લગ્નને ત્રણ દિવસની વાર હતી એટલે પાર્લરનું પૂરું કરી કપડાં સિલેક્ટ કરવા બંને બુટિકમાં પહોંચી.

મિષાએ પોતાના મેરેજના ચોલી પસંદ કરતાં કહ્યું,"સુરભી મને રેડ ચોલી કેવા લાગશે?"

"ગુડ,મારા જો આ"સુરભીએ પોતાની પસંદના ચોલી બતાવતા કહ્યું.

"સુરભી,તારી ચોઈસ તો જો.બ્લેક સિવાય દુનિયામાં બીજા રંગ છે હો.ઓફીસ તો બરાબર પણ મારા મેરેજમાં પણ?"

"મિષા,તું જાણે હું બીજા રંગ  પસંદ નથી  કરતી.સો ઇટ્સ ફાઇનલ"

"સુરભી,બ્લેક કલર દાદી નહિ પહેરવા દે..એટલે આ પિંક ફાઇનલ"

ઘણાં વર્ષે આજે પિંક કલરના ચોલી પોતાની સામે રાખી અરીસામાં જોઈ વિચારવા લાગી.લાંબો સમય ગયો.. હવે આ રંગો અને એની દુનિયા વ્યર્થ જ લાગે. બસ બ્લેક કલરને પસંદ કરી લીધો જે બીજી કોઈ લાગણીને વ્યક્ત જ થવા ના દે.દિવાળી ,હોળી કે ઉતરાયણ બસ બ્લેકમાં જ ગયા.છતાં પુરપાટ દોડતી ગાડીમાં ક્યાંય રંગોની અસર કે આડઅસર ન જોવા મળી.પોતાનું કામ પૂરું કરી બંન્ને સખી બહાર આવી ત્યાં મિષાનો ભાઈ સુમિત તેઓને લેવા આવ્યો હતો.

      સુમિત પહેલેથી જ સુરભીને મળેલો પણ વધુ પહેચાન નહતી.સુરભીનો શાંત સ્વભાવ પસંદ હતો. પણ વધુ જાન પહેચાન નહતી.સુરભી સાથે વધુ વાત કરવાનું બહાનું શોધતો,પસંદ પણ કરવા લાગ્યો..તકલીફ એક જ કે સુરભી તરફથી કોઈ રિસ્પોન્સ મળતો  નહતો.હંમેશા બ્લેકમાં જોયેલી સુરભીને આજે મેરેજના દિવસે પિંક કલરના ચોલીમાં જોતા જ  કોઈ પરીથી ઊતરતી  લાગતી નહતી. સુમિત બસ એની તરફ જ જોતો હતો.આજે બસ નક્કી કર્યું કે એને પ્રપોઝ કરી જ દઉં.વિદાય પછી સુરભી પોતાનો સામાન પેક કરી નીકળતી હતી.સુમિતે બસ સ્ટેન્ડ સુધી મૂકી આવવા કહ્યું.કામથી કામ બોલતી સુરભી આજે અચાનક સુમિત સાથે ખીલીને વાત કરતી હતી.બસને થોડી હજુ વાર હતી.
એટલે વાતોનો દોર શરૂ થયો.

"સુરભી મેરેજમાં મજા આવી.તારી સાથે મેરેજમાં ક્યાંય અજાણ્યું લાગ્યું જ નહીં."

"હમ્મ મને પણ મજા આવી."

"એક વાત પૂછું.તું આટલી શાંત શું કામ રહે છે અને સાથે  બ્લેકમાં પણ?આજે પિંકમાં તું કેટલી મસ્ત લાગતી હતી એન્જોય કર જિંદગી ના મિલેગી દોબરા"સુમિતે વાતાવરણ હળવું કરવા કહ્યું.

"બધું એન્જોય કરી લીધું અને હું ખુશ જ છું મારી લાઈફમાં ચાલ બાય બસ આવી ગઈ"'સુરભીએ ટુંકમાં જવાબ આપ્યો.

" સુરભી,ઢોંગ ના કર હું ઓળખું તને મિષા આગળ ઘણું જાણ્યું તારા વિશે.આગળ વધ બધા કરણ ના હોય!સ્વાર્થ વગર પણ સંબંધ બંધાતો હોય તો એમાં વિચારવાનું શું?"

"સુમિત બાય બસ આવી"

"બાય નહિ પણ' આવજે 'કહું છું... !!સમજી જજે. ફરી આવજે."

બસ અમદાવાદ તરફ દોડવા લાગી.બારીની બહાર ઉલતી દિશામાં જતા વૃક્ષોને જોઈ સુરભી ભૂતકાળના વિચારમાં ખોવાય ગઈ.ઓફિસમાં રોજ આવતા જતા સાથે કામ કરતા ખબર જ ન પડી ક્યારે કરણ સાથે કલીગ કરતા વધુ સબંધ બની ગયો.ઘરના વિરોધે કોર્ટમેરેજ કર્યા.પંદર જ દિવસમાં સાચો રંગ બતાવી દીધો.રોજના માર અત્યાચાર અને સાચા પ્રેમની કદર ના કરી.લગ્ન શબ્દ ઊપરથી વિશ્વાસ ઉઠી ગયો. બંધનમાં રહી ને  મરવું એના કરતાં આઝાદ પક્ષીની જેમ ખુલ્લા આકાશમાં વિહરવું વધુ સારું!એ જ લગ્નને  આજે છેલ્લા 5 વર્ષ થયા જેમાં ઘણું બધું શીખાય ગયું હતું.છતાં આજના સુમિતના વિચારે વિચારતી કરી દીધી.ફરી એક મોકો આગળ વધવું કે નહીં.લગ્ન વગર ખુશ હતી પણ આજે સુમિત સાથે એનાથી પણ વધુ ખુશ હતી.પર્સમાંથી મોબાઈલ કાઢી સુમિતને મેસેજ કર્યો,

"સુમિત બાય નહિ આવજે"સુરભીએ ફરી એક નવી શરૂઆત કરવા આગળ વધી હતી.



written by .....Nency agravat


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ