વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તને શોધતો હું

"તને શોધતો હું"


ઘનઘોર વરસતી આકાશી વાદલડી,

અને એ વરસતી વાદલડીમાં તને શોધતો હું.

ચારેકોર ઘનઘોર છવાતું અંધારું,

અને એમાં આશાનાં કિરણ રૂપે તને શોધતો હું.

.

ઝરમર ઝરમર વરસતો મેહુલિયો,

અને તેના ટીપે ટીપામાં તને શોધતો હું.

ઝગમગારાં કરતી આકાશી વીજળી,

એ વીજળીના ચમકારામાં તને શોધતો હું.

.

વરસ્યા વરસાદ પછી ખીલી ઉઠ્યું સપ્તરંગી ઇન્દ્રધનુષ,

એ ઇન્દ્રધનુષના સાતેય રંગોમાં તને શોધતો હું.

કેટલાય વિત્યા ચોમાસા પરંતુ સાવ કોરોધાકોર રહ્યો હું,

તારા પ્રેમમાં તરબતર થઈ ભીંજાવા તને શોધતો હું.

.

વરસી વરસાદે આગ મીટાવી આ ધરાની આકાશે,

એ ધરા પર આમ તેમ તને શોધતો હું.

બસ હવે તો તારા ખોળામાં માથું ઢાળી,

અંતરની આગ બુઝાવવા તને શોધતો હું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ