વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું છું ને

આથમે સૂરજ આશાનો જ્યારે અંધારપટે,

કોઇ મનની ક્ષિતિજ આવી કહે હું છું ને;


પડું એકલો આ કપટ ભરી દુનિયામાં,

અંતરમનનો ઉજાસ આવી કહે હું છું ને ;


મતલબી આ દુનિયાનો સગો છે સ્વાર્થ,

ત્યાં માંહ્યલો ઇશ્વર આવી કહે હું છું ને ;


સપનાની દુનિયા છે ખૂબ જ લોભામણી,

હકીકતને જાણવા આવી કહે હું છું ને;


છું મુસાફર આ ધરા પર એકલો આમ તો,

સઘળું છોડી મળવા આવી કહે હું છું ને ..!!


- પંકજ ગોસ્વામી

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ