વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માં જેવી નણંદ

આપ સૌને મનમાં થતું હશે કે માં જેવી તે કાંઇ નણંદ હોય ખરા ? તો હા, મારા માટે તો નણંદ એટલે માં જેવા જ.


આમ તો દુનિયામાં નણંદ ભોજાઈ નો સંબંધ ખટ્ટમીઠો છે. પરંતુ ક્યારેક તો નણંદની સરખામણી વીંછી સાથે પાન કરવામાં આવતી હોય છે. એમ પણ આપણા ગુજરાતીઓમાં એવું સાંભળવા માં આવતું હોય છે કે બાપ રે વીંછણ જેવી નણંદ છે.


તો હવે હું મૂળ વાત પર આવું. મારા નણંદ મારા કરતા અગિયાર વર્ષ મોટા છે. મારા પતિ ને એ ચાર ભાઈ – બહેન , બે ભાઈ ને બે બહેન. મમ્મી તો બધાને નાના મૂકી ને જ પરલોક સિધાવી ગયા. મારા આ મોટા નણંદ કે જે વ્યવસાયે વકીલ છે. તેમણે જ બધા ને મોટા કર્યા ભણાવ્યા ગણાવ્યા પરણાવ્યાં.


ખબર નહીં કેમ પાન મને એમનાંમાં એક માંનું જ રૂપ દેખાયું ને હું એની સાથે લાગણી થી બંધાઈ ગઈ. ને હા, એ પણ હમેશા મારી માં ની જેમ જ રહે છે મારી સાથે. મારા લગ્ન ને એક વર્ષ થયું ને મારે ત્યાં એક દીકરી જન્મી ને થોડા જ સામે માં મારા પતિ ની કિડની ફેઇલ થઈ ગઈ. તો મારા આ નણંદે જ કિડની ડોનેટ કરી. ૧૨ વર્ષ માં મારા પતિ ને ડોનેટ કરેલી કિડની પણ ફેઇલ થઈ ગઈ ને તેમનું અવસાન થયું. ત્યારે પણ એક માં જેમ દીકરી ને સાચવે એમ જ એમને મને કહ્યું કે તારે બીજા લગ્ન કરવા છે, ને મે ના પાડી. તો મને કે કે તું ચિંતા નઇ કર હું છું ને તારી સાથે. ત્યારથી આજ ઘડી સુધી મારી સાથે રહી ને મને સાથ આપ્યો ને અમે બંને સાથે જ છીએ.


ભગવાન ને હું પ્રાર્થના કરું કે મારી આ માં જેવી નણંદ ને હંમેશા સાજી રાખે.



  સુલભા ઠક્કર


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ