વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એકલા ચાલો

જીવનરૂપી આ જંગ જીતી જા,

યુદ્ધવિરામની આ ક્ષણ જીવી જા.

કાંટાળી છે આ કર્મની કેડી,

જીવનરાહ ફરીથી સંવારો રે.....

          સાથી મારા હવે એકલા ચાલો રે....

અહીંની ખર્ચી અહીંયા છે ખૂટી,

ગઠરી પ્રેમની અહીંયા છે છૂટી,

શીદને નાખ્યું તે જીવન આમ ખર્ચી???

પ્રેમધરમ ફરીથી સજાવો રે......

          સાથી મારા હવે એકલા ચાલો રે....

એકલ પંથી આ સત્કર્મની કેડી,

સગા વ્હાલા સૌને અહીંયા છોડી,

સ્મશાનની રાખમાં ભળતા મેલી,

આતમને હવે તો ઉજારો રે........

         સાથી મારા હવે તો એકલા ચાલો રે....


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ