વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વરસાદી આગ


બે વર્ષથી મનમાં ધરબેલી લાગણીઓને વ્યક્ત કરી તમારાં મનનાં કોરાં ખૂણાને ઊર્મિનાં હિલોળે ભીંજવીને એ નોકરી માટે બીજાં શહેરમાં ચાલ્યો ગયો.  એની વિદાયનાં બીજા કે ત્રીજા દિવસે તમારાં શહેરમાં ચોમાસાંનાં આગમનની છડી પોકારતો પહેલો વરસાદ આવ્યો અને તમે એક લાગણીસભર સંદેશ મોકલ્યો, "તારાં વિરહમાં જો શહેરનું આભ પણ રડી પડ્યું."   એને ખબર હતી કે તમને વરસાદમાં ભીંજાવવું નથી ગમતું. એણે પ્રત્યુત્તરમાં લખ્યું, "વરસાદી માહોલમાં મનગમતી વ્યક્તિની યાદમાં ભીંજાવું એટલે જાણે પાણીમાં આગ લાગવી." 


આજે એ ઘટનાનાં વર્ષો પછી પણ તમે દરેક વર્ષે વરસાદી ઋતુમાં હૃદયમાં દાહ અનુભવી રહ્યાં અને સાથે એ વરસાદી આગને ઠારવા માટે પ્રેમભર્યા સ્પર્શને ઝંખી રહ્યાં.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ