વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું, તારી યાદો ને એકલતા

હું, તારી યાદો ને એકલતા...


વરસાદી ઋત હું, તારી યાદો ને એકલતા...

દિવસ, સાંજ ને પછી આમજ રાત વહી જાય છે.


પ્રેમ, વિરહ ને સ્મરણોની મીઠી વેદના...

આમજ દિવસોના દિવસ પસાર થતાં જાય છે.


તારાથી દૂર પણ છું તારી આસપાસ...

રોજેરોજ એમજ અવનવી વાતો થતી જાય છે.


દૂર આવવાની પીડાથી ભરાયેલી આંખો...

જલ્દી મળવાના કોડથી દિવસો વિતતા જાય છે.


આખરે તો હું, તારી યાદો ને એકલતા...

તને મળવાની ખુશીમાં પળેપળ પાર કરતાં જાય છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ