વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભાઇ

*ભાઇ*


મા બાપથી પણ વધુ વહાલ કરે છે ભાઈ;

બચપણ ને બોલકું કરી  યાદગાર કરે છે  ભાઈ,


બહેન ની દરેક હઠને પૂરી કરે છે ભાઈ; 

રક્ષાબંધનને ભાઈબીજની શાન છે ભાઈ ,


હોમી જવતલ  હસતા મુખે લગ્ન સમયે; 

 બેની વિદાયના દુખને છુપાવે છે ભાઈ,


સાસરે ગયેલી બેન ના હર પ્રસંગમાં;

ખડે પગે ઊભો રહી શોભા વધારે છે ભાઈ,


છે સૌથી ઊંચી પ્રેમ સગાઈ સંસારમાં; 

નાની હોય બહેન તો બની જાય પિતા ભાઈ....


મિનાક્ષી સોની

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ