વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માચ્છીમાર - ચમકીલો આકાશી તારલો

પંદર વીસ હજારની વસતી ધરાવતું એક નાનકડું ગામ. મુખ્યત્વે અહીંયા  માછીમારી કરતા દરીયાઈ ખેડુ ભાઈ બહેનો પોતાની આજીવિકા દરિયો ખેડી કરતા હતા.


આશરે દોઢ થી બે હજાર હોડી ધરાવતું આ બંદર કે જ્યાંના લોકો નિરક્ષર પણ એટલા જ હતા, પરંતુ કહેવાય છે કે જ્યાં ભણેલો ન પહોંચે ત્યાં ગણેલો પહોંચે.


બરોબર સાંજના ચાર વાગ્યા હશે, ઝુપડીમા ચાની ચૂસકી મારતા મારતા રામાભાઈ રેડિયો ચાલુ કરે છે...


અવાજ આવ્યો આકાશવાણી રાજકોટ થી ભવ્ય કુમાર ના પ્રણામ!


એક અગત્યની સૂચના!


આજે સાંજે પાંચ વાગ્યા પછી વેરાવળ - પોરબંદર ઉપરથી ભારે થી અતિભારે પવન ફૂંકાવા લાગશે, જેની ગતિ આશરે સોથી સવાસો કિલોમીટર પ્રતિ કલાકના પવન ફૂંકાશે, કે જે ભયંકર તોફાનનું રૂપ ધારણ કરશે!  સાગર કિનારાના દરિયાઈ ખેડૂતોને ચેતવણી કે દરિયો ખેડે નહીં!....


ત્યાં જ ચાનો કપ ટેબલ પર મૂકી રામાભાઇ જડપથી ઝુંપડીમાંથી બહાર નીકળે છે!


ઓલા હાંભળો..હાંભળો.... ની બૂમ પાડે છે! વરજાંગ, મેઘા, લખમ, કાનજી, નરસિંહ હાંભળો!.....


એલા ફિશિંગ જતાની હો, હમણાં જ મેં સમાચાર સાંભળ્યા કે દરિયામાં તોફાન આવે છે! વેરાવળ-  પોરબંદર થી 100 કિલોમીટર દૂર છે, ને સો-દોઢસોની ગતિએ ફુકાવાનું છે! જત કરો- જત કરો!

આ બોટના છેડા બાંધીને ઓલા કોટવાળ ને કોઈક કેઈ કે ગામમાં હાટ (હાકલ) પાડવાની છે, તેને બોલાવો ને..


સામેથી અવાજ આવે છે.... હા મામા હું હમણાં જ કોટવાળ ને જણાવું છું. રામાભાઈ પોતાની બોટના છેડા બાંધવા જાતે જ દોડા દોડી કરે છે. ત્યાં જ કોઈ રામાભાઈને કહે છે કે કોટવાર દીવ ગયો છે. રામાભાઈ પટેલ મુંજવણમાં પડ્યા હતા કે હાકલ કેના દ્વારા પડાવવી. તેની નજર ઓસરીમાં પડેલાં કાળા કલરના મોટા ડાબલા વારા ટેલિફોન પર પડી, તરત જ તેણે જિલ્લાનાં મામલતદાર સાહેબને ફોન કર્યો બધી વાત કરી ત્યારે સાહેબે વ્હેલી તકે મદદ કરવાનું વચન આપ્યું.


રાત્રે દશ વાગે ગામમાં બૂમ પાડવામાં આવે છે.

(હે હાભરો...હાભરો....હાભરો....તોફાન આવે છે! ને ભાઈઓને કે કોઈએ દરિયામાં જવાનું નથી....)


બીજી તરફ હવાનું જોર પ્રતિ કલાક વધતું જ જાય છે. આકાશમાં વાદળો ઘનઘોર થઈને વીજળીના તડાકા ને ભડાકા સાથે ધોધમાર વરસાદનું આગમન થઈ ગયું છે! ને જાણે ભર ચોમાસાની યાદ તાજી થઈ. સાડા દશ વાગ્યા સુધીમાં તો દરિયાનું પાણી કિનારાથી ગામના મુખ્ય રસ્તા પર ફરી વળ્યા!


ગામના લોકો હોડી બોટને નુકસાનથી બચાવવા માટે કિનારે ખડા પગે ઊભા હતા, ત્યારે અચાનક બરાબર અગિયાર ને પાંચના ટકોરે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાવા માંડ્યો! ગામમાં નાના-મોટા યુવાનો અને મહિલાઓ પોતાની આજીવિકાના સાધનની રક્ષા ખાતર બૂમ પાડતા દરિયા કિનારે ભાગાભાગ કરતા હતા ને બરાબર એક વાગ્યાના ટકોરે ફટ... ફટ....ફટ... અવાજોની ગુંજ સાથે માછીમારોની હોડી -બોટના દોરડાં રબ્બરની માફક જોરદાર અવાજે  એક પછી એક તૂટવા લાગ્યા, બચાવો બચાવોની બુમો પડવા લાગી, લોકો હજુ કંઈક સમજે વિચારે ત્યાં સુધીમાં તો દરિયાઈ તરંગો મોજાં બની ૧૨ થી ૨૦ ફુટની ઉંચાઈએ આબવા લાગી.

બસ...આ દ્રષ્ય જોઈ રહેલા એક નવ યુવાને પોતાની બોટ બચાવવા ભરયુવાનીમાં "ચમકીલો આકાશી તારલો" પોતાની બોટ ને કાબૂમાં લેવા દરિયામાં કૂદી પડ્યો! જેમ બાહોશ, નિડર ને સાહસિ યોદ્ધા દેશની સુરક્ષા માટે ખડેપગે સેવા કરે છે...!


અમુક કિનારે ઉભેલા લોકો પ્રચંડ અવાજ સાથે તે યુવાનને દરિયામાં ન જવા માટે બૂમો પાડે છે પરંતુ તે યુવાનના કાને તો એક પણ અવાજ અથડાયો નહીં! દોટ મૂકીને એણે બોટનાં મોરા પાસેના દોરડાં ની સહાયથી વાંગરની જેમ ઊંધો વળતો વળતો બોટમાં ચડી ગયો! અને અચાનક બોટનું દોરડું ફટ... ફટ... કરતા ધડાકાની સાથે તૂટતાં બોટ તોફાની હવામાં જાણે ભમરડા ની જેમ ઊંડા દરિયામાં ગરકાવ થઈ ગઈ! કિનારે ઉભેલા લોકો બુમો મારતા મારતા નિ:સહાય થઈ ગયા! એક શિક્ષિત, હોશિયાર અને સાહસિક યુવાન નજરની સામે સમુદ્રમાં ઞળકાવ થઈ ગયો..જાણે બ્રહ્માંડ માંથી મેઘ ધનુષ રૂપે સમુદ્ર મંથન કરી રહેલ હોય, લોકો ઈશ્વર, પ્રભુ, માતાજી નું સ્મરણ કરતાં, રુદન કરતા, કિકયારી ને બૂમ મારતા કરુણા નો સાગર વહે છે...!


વહેલી સવારે હવાની ગતિ મંદ થતાં આ યુવાન છોકરાની શોધ ખોળ કરવા નીકળેલા પરંતુ ક્યાંય પણ પતો ન લાગ્યો, આ બાજુ યુવાનના ઘરે જાણે આભમાંથી વાદળ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ જણાતી હતી!  કરુણા રૂપે સૂર્યનો ઉદય થયો હોય તેવું ચિત્ર આબેહૂબ પ્રતીત થઈ રહ્યું હતું! રુંદન, કીક્યારી, કરુણા, પરિવારમાં આઘાત ને મોતનાં વાદળો ઘેરાયા હતા! ગામમાં ચારે તરફ કરુણાને પણ લાજવે તેવી સ્થિતિ જણાતી હતી...!


ઓચિંતા નવના ટકોરે બૂમ પડી કે યુવાનની બોટ સામે કાંઠે છે! ત્યાં તો લોકોના ટોળેટોળાં કિનારાની સામે જોવા ભાગ્યા! દરિયામાં એક બોટ જીવતી રેતીમાં ઊંધા માથે લટકતી હોય તેમ ઊંડા દરિયામાં ડુબેલી હાલતમાં જોવા મળી, લોકો હોળી લઈને તપાસ કરવા ગયા, તો ત્યાં આ જ બોટ હતી કે જે બોટમાં આ યુવાન ફૂફાડા મારતો તોફાની હવામાં બોટમાં ચડી ગયેલો!


આખી બોટ કહેવાય છે કે જીવતી રેતીમાં ઊંધા માથે ડૂબી ગયેલ હતી! ફક્ત પાછળનો ફૂટ બે ફૂટ ભાગ જ દેખાતો હતો. કોઈ પણ માણસ આ બોટમાં ન મળતા કિનારે કિનારે શોધખોળ કરતા ક્યાંક દૂરથી આ યુવાનને શોધી કાઢવામાં આવ્યો! તેના શબને ધરે પહોંચાડ્યો ત્યાં લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા! માનો આભને ધરતી વરચે ફક્ત રુદનનો કલાવૃદ થઈ રહ્યો હતો! ​જે ઈશ્વરને સમર્પિત થઈ ગયો હતો! અનંતની યાત્રાએ નીકળેલ આ શિક્ષિત યુવાનનું અકાળે મૃત્યુ થતાં પરિવારમાં જાણે આભ ફાટી નીકળેલ!


આમ, એકનો એક દેવનો દીધેલ દીકરો પરિવારમાંથી ઈશ્વરને ચરણે ચાલ્યો ગયો! માતા-પિતાનાં ફૂલ જેવા શિક્ષિત એકના એક યુવાન પુત્રને ખોઈ બેસવાથી પરિવાર સંપૂર્ણ ભાંગી પડ્યો હતો.


સરહદ પરનો સેનિક હોય કે દરિયામાં મારછીમારી કરવા ગયેલા માછી, પરત ધરે ફરે તોજ તમારા, બાકી ઈશ્વરના.  કહેવાય છે કે, માચ્છીમાર પોતાનુ મોત હાથમાં લઈ ને દરિયો ખેડવા નીકળે છે! એકવાર દરિયામાં ગયા બાદ મધ દરિયે થી પરત ફરે ત્યારેજ પરિવારનો, બાકી "દરિયાનો દીકરો".


✍️ વિનય બારીયા "વિન" દીવ.









ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ