વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શૈતાની સફર

​જૂના જમાના વખતની આ વાત છે જ્યારે લોકો પાસે પૈસા કમાવાની કે રહેવા સુવા માટેની સુખ સગવડો ન્હોતી ત્યારે લોકો મહેનત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા એવોજ એક છોકરો રાધે


રાધે દરિયા કિનારાના જંગલોમાં રહી પોતાનું જીવન વીતાવી રહ્યો હતો રાધેના પિતાએ તો રાધે પાંચ વરસનો હતો ત્યારે જ પરલોકમાં જવા માટેનો કેડો પકડી ચાલી નીકળેલા રાધે પોતાની માતાની જીવા દોરીનો એકમાત્ર આશા ની કિરણ હતો રાધેની માતા પોતાના દીકરાને લાડ લડાવી ઉછેરી રહી હતી પોતે ભૂખી રહીને રાધે ને જમાડતી હતી આમ કરતાં વારસો વીતવા લાગ્યા અને હવે રાધે ૧૮ વર્ષનો યુવાન બની ગયો હતો


આ સમય દરમિયાન રાધે ઘણો સમજુ અને મહેનતી પણ બની ગયેલો માટે પોતે નાનકડી નાવ લઈને દરિયા કિનારે જઈને માછલી પકડતા સીખી ગયેલો માટે રાધે માછલી પકડી લાવતો અને શ્રીમંત લોકોને વેચીને પોતાનું ગુજરાન ચલાવવા લોગ્યો હતો રાધે અને તેની માતા માંડ પોતાનું ગુજરાન ચલાવતા પણ તેમના મનમાં સંતોષ નામનું ધન ખૂબ મોટું હતું


પણ કહેવાય છે ને દુકાળમાં અધિક માસ હોય દૂબળાં ઢોર ને બગાઊ જાજી હોય આવીજ રીતે કદાચ કુદરત ને મંજૂર નહોતું કે રાધે અને તેની માટે શાંતિથી જીવન પસાર કરે ચોમાસાનો સમય હતો આકાશમાં વીજળીના ચમકારા થઇ રહ્યા હતા આવામાં રાધે પોતાની નાવ લઈ માછલી પકડવા  માટે જઈ રહ્યો હતો ત્યારે રાઘેની મા રાધે અટકાવી બોલી ઉઠી દીકરા આજે માછલી પકડવા માટે નથી જવું કોન જાણે આજ મારું મન ખૂબ વ્યાકુળ થઇ રહ્યું છે મનમાં ને મનમાં મુંઝારો થઈ રહ્યો છે માટે માછલી પકડવા માટે આજે નથી જવું પણ રાધે બોલ્યો ના મા ચિંતા નાહક ની ચિંતા ના કરો હું હમણાં થોડી વારમાં પાછો આવી જઈશ એમ સમજાવી રાધે પોતાની નાનકડી નાવ લઈ  માછલી પકડવા માટે નીકળી ગયો


રાધે નાવમાં બેસીને માછલી પકડવા લાગ્યો પણ કોણ જાણે આજે એકપણ માછલી પકડાતી નથી માટે રાધે દરિયામાં દુરસુધી ચાલ્યો ગયો પણ માછલી પકડાતી નથી રાધે વિચાર કરવા લાગ્યો માછલી નહિ મળે તો આજે ભૂખ્યા રહેવું પડશે આવો વિચાર કરતા રાધે દરિયામાં ઘણે દૂર સુધી નીકળી ગયો


એવામાં અચાનક દરિયો ગાંડો થવા લાગ્યો જોર જોરથી પવન ફૂકાવા લાગ્યો આભમાં વીજળીના ચમકારા થવા લાગ્યા મેઘ ગર્જના ગુંજારો કરવા લાગી રાધે તો ડરીને સ્તબ્ધ થઈ ગયો રાધે કિનારે પાછા ફરવા માટેની મહેનત કરવા લાગ્યો પણ દરિયાના તોફાન સામે રાધેની બધીજ મહેનત વિશફળ થવા લાગી અને રાધેની નાવ તોફાન મા તણાવા  લાગી અને પાણી ના વમળ મા ફસાવા લાગી રાધે નાવને બચાવવા માટેના પ્રયત્નો કરતો રહ્યો પણ એવામાં પાણીનું એક મોટું મોજું આવી નાવ સાથે અથડાયું અને નાવના ટુકડે ટુકડા થઈ ગયા 


રાધે ઉછળીને પાણીમાં પડ્યો પણ કહેવાય છેને મોરના ઈંડા ચીતરવા ના પડે રાધે પણ તરવાની કળામાં ઘણો નિપુણ હતો  રાધે પોતાની જાતને બચાવવા માટે તરવા લાગ્યો પણ દરિયાના તોફાન સામે રાધેનુ શું ગજુ રાધે તો દરિયાના મોજામાં વધારે ને વધારે ફસાવા લાગ્યો રાધે ના મનમાં થયું હવે હું બચી નહિ શકું પણ રાધે હિંમત ના હાર્યો ને તોફાનમા તરતો રહ્યો પણ દરિયો વધારેને વધારે

ગાંડો થવા લાગ્યો હવે રાધે હિંમત હારી ચૂક્યો હતો પણ કુદરતને કરવું હશેને રાધે ના  હાથમાં અચાનક તૂટેલી નાંવનો ટુકડો આવી ગયો રાધે નાવનાં ટુકડાને પકડી વળગી રહ્યો પણ રાધે હવે થાકને કારણે કંઇજ કરી શકવાની પરિસ્થિતિમાં ના હતો રાધેના હાથ પગ જવાબ દઈ ચૂક્યા હતા રાઘેની આંખો ઘેરાવા લાગી અને રાધે બેભાન થાય ઢળી પડ્યો દરિયો રાધેને ખેંચીને એક વિરાન ટાપુ પર લઈ ગયો


બીજી તરફ રાઘેનીમાં બેબાકળી થઈ રાઘેની વાટ જોતી હતી અને દરિયા દેવને પ્રાથના કરતી હતી પોતાના દીકરા માટે પણ રડવા સિવાય બીજો કોઈ રસ્તો પણ ક્યાહતો બિચારી પાસે


બીજા દિવસની સવાર થઈ અને રાઘેની આંખો ઉઘડી પણ આંખો ખુલતાની સાથેજ રાધે સ્તબ્ધ થઈ ગયો રાધે એક અજાણ્યા ટાપુના કિનારે પડ્યો હતો દૂર દૂર સુધી નજર ફેરવી પણ કોઈ માણસ કે પશુ પક્ષી પણ દેખાતું નથી રાધે ગભરાઈ ગયો અને આમતેમ વલખાં મારવાં લાગ્યો પણ તેની નજરમાં બસ જંગલ અને દરિયા સિવાય કંઈ દેખાતું નથી


રાધે એ હિંમત ભેગી કરી એક ઊંડો શ્વાસ લીધો અને થોડો શાંત  થયો તેણે જોયું કે તેના હાથ પગ મા ઘણા ઉઝરડા થઈ ગયેલા છે અને શરીરમાં ઘણી નબળાઈ આવી ગઈ છે રાધે એ હિંમત કરી ઊભા થવાનો પ્રયત્ન કર્યો એમાં તેને સફળતા મળી ઘણી ભૂખ પણ લાગી છે રાધે જંગલ તરફ ચાલવા લાગ્યો થોડું ચાલતા જ તેની નજર એક તરબૂચના વેલાં પર ગઈ રાધે વિચાર કરવા લાગ્યો તરબૂચ ખાઈ પોતાની ભૂખ શાંત કરું


પણ જેવો રાધે તરબૂચ તોડવા ગયો ત્યાં અવાજ આવ્યો હે ભાઈ એમને મારીશ નહિ અમને ખાઈશ નહિ અમારી પર દયા કર ભાઈ રાધે ચોંકી ગયો અને આમતેમ જોવા લાગ્યો પણ કોઈ નજરે ચડ્યું  નહિ રાધે ફરી તરબૂચ તોડવા લાગ્યો ફરી પણ એજ અવાજ આવ્યો હે ભાઈ એમને મારીશ નહિ અમને ખાઈશ નહિ અમારી પર દયા કર ભાઈ રાધે ફરી આમતેમ જોવા લાગ્યો પણ કોઈ દેખાયું નહિ


રાધે વિચાર કરે ના કરે ત્યાં ફરી અવાજ આવ્યો આમતેમ ના જોઈશ ભાઈ આ અવાજ મારોજ છે જેને તું તોડીને ખાવા જઈ રહ્યો છે  રાધેતો સ્તબ્ધ રહી ગયો અને ડરવા લાગ્યો ત્યાં તો ફરી તરબૂચ માંથી અવાજ આવ્યો ડરીશ નહિ ભાઈ હું તને કોઈ જાતનું નુકસાન નહિ કરૂ રાધેના જીવમાં જીવ આવ્યો


રાધે બોલ્યો ભાઈ કહેનારા એ તરબૂચ તું કોન છે અને તારો અવાજ અને બોલી માણસ જેવી કેમ છે?  તરબૂચ માંથી અવાજ આવ્યો ભાઈ હું પણ એક માણસ હતો પણ આ ટાપુ પર એક ભયાનક જાદુગર રહે છે તેણે મારી આ દશા કરીછે


રાધે બોલ્યો ભાઈ તારી આ દશા પાછળનું શું કારણ છે અને આ ટાપુ પર કોઈ જીવ કેમ દેખાતો નથી? તરબૂચ બોલ્યું ભાઈ આ ટાપુ નું નામ વૃક્ષાસ્ફળ છે અમારા આ ટાપુનો રાજા જામનેન્દ્ર છે અને રાણીનું નામ જમેન્દ્રી છે અમારા રાજા રાણીની એક સુંદર અને સુશીલ રાજકુમારી નું નામ જમન્દા છે અમારું રાજ્ય ઘણું સુખી અને સમૃદ્ધ હતું પણ એક દિવસ એક ભયાનક રાક્ષસ અમારી રાજકુમારી જમન્દા પર મોહિત થઈ ગયો અને તેની સાથે લગ્ન કરવા માટે આવિચડ્યો પણ અમારા રાજા  આ લગ્ન માટે રાજીના થયા માટે ભયાનક રક્ષ્સે પોતાના જાદુથી રાજા રાણી ને છોડ અને ફૂલ બનાવી નાખ્યા અને રાજ્યની પ્રજા  ને વેલા અને ફળ બનાવી નાખ્યા છે અને રાજકુમારી જમન્દાને કેદ કરી રાખી છે માટે હે ભાઈ તું પણ અહીંથી ચલ્યોજા ભયંકર જાદુગર જોતને જોઈ જશે તો તારા પણ આવાજ હાલ થશે


રાધે બધી વાત સમજી ગયો અને બોલ્યો ભાઈ તરબૂચ મને ભૂખ લગીછે અને મારામાં ચાલી શકવાની પણ શક્તિ નથી માટે મારે મારી ભૂખ મટાડવા માટે શું કરું

તરબૂચ બોલ્યું ભાઈ આ જંગલ મા જે ફળ જાડું અને વેલાથી તૂટી ગયેલા પડ્યા હોય એ ફળોને ખાઈને તું તારી ભૂખ શાંત કરી શકશે   રાધે આગળ ચાલી નીકળ્યો છૂટા પડેલા ફળ વીણી પોતાની ભૂખ શાંત કરી આરામ કરવા લાગ્યો


થોડીવાર આરામ કરતાજ તેની નજર એક ગુફાપર પડી રાધેને થયું ગુફામાં જઈને છુપાઈ જઈશ તું ભયાનક જાદુગરની નજર થી બચી જઈશ આમ વિચારી ગુફા તરફ ચાલી નીકળ્યો ગુફાની નજીક પહોંચ્યો પણ ગુફા એકદમ અંધારી અને ડરાવની હતી રાધે ડરવા લાગ્યો પણ એની પાસે બીજો કોઈ રસ્તો નથી માટે હિંમત કરી ગુફામાં જવમાટે તૈયાર થઇ ગયો


રાધેએ ગુફામાં પ્રવેશ કર્યો પણ ગુફતો એકદમ અંધારી છે રાધેના પગ ધ્રુજવા લાગ્યા આંખોમાં અંધારા આવવા લાગ્યા પણ હિંમત કરી આગળ ચાલ્યો થોડે દૂર ગયા પાછી રાધે પાછુ વાળી જોયુતો રાધેની આંખો ફાટી ગઇ તેણે જોયુકે જે રસ્તે ચાલીને આવ્યો છે તે રસ્તો પાણીથી ભરાય ગયોછે હવે આગળ અંધારી ગુફા અને પાછળ પાણી આગળ વધવા સિવાય રાધે પાસે બીજો કોઈ રસ્તો નથી


રાધે હિંમત કરી આગળ ચાલતો રહ્યો એવામાં તેને અંધારી ગુફામાં પ્રકાશ દેખાયો  રાધે પ્રકાશ તરફ ચાલતો રહ્યો તેને જોયું કે એ માણેક ચમકી રહ્યોછે આવો માણેક રાધેએ જીવન માં પહેલી વાર જોયો હતો એતો જોતોજ રહી ગયો રાધેએ ધીરેથી માણેક ઉંચકી લીધો  હવે માણેકના પ્રકાશમાં રાધે આગળ ચાલવા લાગ્યો


આગળ ચાલતા રાઘેની નજર એક વિચિત્ર પ્રકારના જીવ પર પડી મોટી મોટી આંખો નાનકડું માથું કેળ ના પાન જેવા મોટા મોટા કાન નાક્તો જાણે હતુજ નહિ લાંબા લાંબા ત્રણ હોઠ રાધેતો ડરી ગયો પણ હિંમત કરી પાસે ગયો વિચિત્ર પ્રકારનો જીવ રાઘેને  પાસે આવતા જોઈ બોલ્યો ભાઈ તુ કોણ છે અને અહિયાં કેમ આવ્યો છે રાધેએ બધી વાત સમજવી અને કહ્યું તમે કોણ છો


વિચિત્ર જીવ બોલ્યો હું આ રાજ્ય નો નાગરિક છું પણ ભયાનક જાદુગરે મને ગુલામ બનાવી દિધો છે અને રાજકુમારીને આ ગુફામાં કેદ કરીને રાખીછે માટે મને અહિયાં ચોકીદાર બનાવી દિધો છે પણ હે ભાઈ તું અહીંથી ચાળ્યોજા નહિતો ભયાનક રાક્ષસ તને જીવતો નહિ છોડે રાધે બોલ્યો અરે ભાઈ પાછો કઈ રીતે જાવ ગુફામાતો પાછળ પાણી ભરાય ગયુંછે ચોકીદાર બોલ્યો ભલે ભાઈ તો ગુફામાજ ક્યાંક છુપાઇજા જેથી રાક્ષસ તને નાજોઈ શકે અનેલે આ કટાર તારી પાસે રાખ તને કામ લાગશે


કટાર લઈ રાધે આગળ ચાલ્યો પણ રાઘેની મસિબતનો હજી અંત નથી થયો થોડે દૂર જતાજ રાધેના પગમાં મોટા મોટા વેલા વિટાવા લાગ્યા અને રાઘેને ઘેરી વળ્યા રાધે વેલા મા ઘેરાઈ ગયો રાધેએ તરતજ કટાર કાઢી વેલાને કાપવા લાગ્યો ઘણી બધી મહામુશ્કેલીએ રાધે વેલા કાપવામાં સફળ થયો અને રાધે આનંદ માં આવ્યો ને થોડી હિંમત પણ આવી ગઈ રાધે બીજુ કંઈ વિચારે ના વિચારે ત્યાં તો તેની પીઠ પર કોઈએ જોરથી લાત મારે રાધે ગુફાની દીવાલ સાથે જઈને અથડાયો રાધેએ જોયું એક કાળો બિહામણો માણસ તેની તરફ આવી રહ્યો હતો તેના હાથમાં મોટી ચમકતી તલવાર હતી એટલામાં તો એણે રાધેપર તલવારનો વાર કર્યો પણ રાધે જડપથી હટી ગયો રાધે જાડપથી ઊભો થયો પણ વિકરાળ માણસે ફરી તલવાર ઘુમાવી રાધેએ તલવારનો ઘા કટારી થી જીલી લીધો અને જોરથી ધકોમાર્યો વિકરાળ માણસ પડિગયો

રાધેએ દોડીને તેના માથા પર પ્રહાર કાર્યોને કટાર તેની આંખમાં ઘોપિદિધી આંખમાં કટાર લાગતા વિકરાળ માણસની ચીસ નીકળી ગઇ રાધેએ તરતજ બીજોઘા તેની ગરદન પર કર્યો ને વિકરાળ માણસના રામ રમાડીદિધા અંતે રાઘેની જીત થઇ


રાધેએ રાહતનો શ્વાસ લીધો પણ એટલામાંજ રાધેને કોઈની પગચાપનો અવાજ સંભળાયો અવાજ સાંભળીને રાધે એક મોટા પત્થર પાછળ છૂપાઇ ગયો તે અવાજ ભયંકર રક્ષસનોજ હતો

રાક્ષસ રાજકુમારી પાસે જઈ રહ્યો હતો રાધે પણ છુપાતો છુપાતો તેની પાછળ ચાલવા લાગ્યો થોડીજ વારમાં રાક્ષસ રાજકુમારી પાસે પોચી ગયો અને પોતાની સાથે લગ્ન કરવા માટે મનાવા લાગ્યો રાધે છુપાઇને બધીજ વાતો સાંભળી રહ્યો હતો


રાજકુમારી રાક્ષસની વાત માનવા માટે તૈયાર નહોતી માટે રાક્ષસ ગુસે થઈને મદિરા પીવા લાગ્યો અને મદિરને વશ થઇ સુઈ ગયો રાધે પણ આબધુ જોતો ચૂપચાપ બેસી રહ્યો સવાર પડતાં ની સાથે રાક્ષસ રોજની જેમ બહાર ચાલ્યો ગયો એટલે રાધે રાજકુમારીને મળવા માટે આગળ વધ્યો


રાધે રાજકુમારીને મળ્યો અને એકબીજાને બધી વાત સમજવી  રાધે બોલ્યો રાજકુમારી આ રાક્ષસ કોણ છે અને તેને મારવા માટે અને આ રાજ્ય ને ફરીપછુ લાવવા માટે નો શું ઉપાય છે રાજકુમારી બોલી આ રાક્ષસનું નામ વૃક્ષાસુર છે તે રાક્ષસ ઘણો દુષ્ટ અને મોટો જાદુગર છે તેનું મૃત્યુ પુષ્પક્જીન ના હાથે થઈ શકે પુષ્પકજીન મારા પિતા ના હાથમા પેરેલિ વિટી મા કેદ છે જો મારા પિતાને છોડમાંથી પાછા માણસ બનાવામાં આવે તો વૃક્ષાસુરનું મૃત્યુ થઈ શકે છે


રાજકુમારીની વાત સાંભળી રાધે બોલ્યો રાજકુમારી તારા પિતાને પાછા માણસ બનાવવા માટેનો કોઈ ઉપાય નથી?

રાઘેની વાત સાંભળી રાજકુમારી બોલી હા ઉપાય છે આજ ગુફામાં  થોડું આગળ જતાં  એક જાદુગરની મૂર્તિ છે તે મૂર્તિના માથાપર એક મુંગટ છે ને મુંગટને ઘસવાથી મૂર્તિ જીવતી થઈ જશે હકીકતમાં તે મૂર્તિ વૃક્ષાસુરના ગુરુની છે જેને વૃક્ષાસુરેજ મૂર્તિ બનાવી નાખ્યા છે માટે જો એમને આઝાદ કરવામાં આવે તો મરાપિતા જીવતા થઈ શકેછે


આટલું સાંભળી રાધે બોલ્યો થીકછે હું જઈશ આ કાર્ય કરવા માટે  આમ કહી રાધે ચાલી નીકળ્યો થોડે દૂર ચાલતા મૂર્તિ દેખાઈ રાઘેની ખુશીનો પારના રહ્યો એણે જડપથી મુગટ ઘસ્યો મૂર્તિ જીવતી થઈ ગઈ રાધેએ બધી વાત સમજાવી એટલે ગુરુજી બોલ્યા હા હું બધુજ જાણું છું ચિંતા ના કરીશ હું હમણાજ જાવ છું અને મહારાજ ને જીવિત કરુંછું ગુરુએ જાદુ કરી મહારાજને જીવિત કર્યા એટલીવારમાં વુક્ષાસુર આવિગયો અને રાધે પર પોતાના જાદુથી પ્રહાર કરવા લાગ્યો પણ ગુરુએ રાધેને બચાવી લીધો 

હવે ગુરુ અને વૃક્ષાંસુર વચે મુકાબલો જામ્યો બન્ને એકબીજા પર પોતપોતાના જાદુ ચલાવવા લાગ્યા એટલી વારમાં રાધે દોડીને રાજકુમારીના પાસે ગયો અને પુષપકજીન પ્રગટ કર્યો


પુષ્પકજીનના પ્રગટ થતાંજ વૃક્ષાસૂર્ ધ્રુજી ઉઠ્યો અને ભાગવા લાગ્યો પણ પણ પુષ્પકજીને તને પકડી તેના રમરમાડી દીધા  રાક્ષસનું મૃત્યુ થતાંજ વૃક્ષસ્ફળ ટાપુ ફરી રાજ્ય બની ગયું રાજા રાધે પર અતિ પ્રસન્ન થયા અને રાજકુમારી જમન્દા ના લગ્ન રાધે સાથે કર્યા અને સાથે પુષ્પકજીન વાળી વીટી પણ રાઘેને આપી

પુષપકજીને રાઘેને અને રાજકુમારીને રાઘેની માતા પાસે પોચડ્યા


રાઘેનીમાં તો રાધેને જોઈ નાચવા લાગી

આરીતે રાધે ની શૈતાની સફર નો અંત આવ્યો




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ