વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નાનકડી પાંખ

નાનકડી પાંખો લઈને હું ગગન માં વઇ જાવું

ચકલી રાણી નું ચિં ચીં સાંભળી પ્રસન્ન હું થઇ જાવુ 

                                                              નાનકડી....

પોપટ નું મરચું જોઈને હું ખાવાને લાગુ

મેના નું મીઠું સાંભળી ને મનમાં હું હરખાવું

                                                              નાનકડી...

પતંગિયાની પાસે જઇને રંગે હું રંગાવું

ભમરા નું ભમ્મ ભમ્મ સાંભળીને ભમવા ને હું લાગુ

                                                             નાનકડી....

મધ માખી નું મધ ચાખીને તૃપ્ત હું થઇ જાવું

તીડ રાજા નું ટી ટી સાંભળી તલ્લીન હું થઇ જાવું

                                                               નાનકડી... મોરલાની કળા જોઈ હું નાચવા ને લાગુ

ખિસકોલી ની પાસે જઈને રમવાને ને હું લાગુ  

                                                               નાનકડી....

કોયલડી નું કુ કુ સાંભળી ગાવા ને હું લાગુ

મચ્છર  નું ગણ ગણ સાંભળી હું ભાગવા ને લાગુ

                                                               નાનકડી....

કાગડા નું કા કા સાંભળી હું ગભરાઈ જવું

કબૂતરા નું ઘુ ઘું સાંભળી શાંત હું થઇ જાવું  

                                                               નાનકડી...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ