વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હજૂ છે



મુસ્કાનમાં  ઉલ્લાસની લાલાશ હજૂ છે,

આ હોઠ ઉપર હોઠની  ભીનાશ હજૂ છે.


ને  કોણ  કહે  જીંદગી  કડવી  થઇ ગઈ,

તું  આવ મુલાકાતમાં  મીઠાસ  હજૂ  છે.


એકલતા તણા એરૂ મને ભરખી જવાના,

બાહોમાં  ભરી રાખને  અવકાશ હજૂ છે.


શેરીમાં ઘણા  ટોળે  વળે  છે  તને જોવા,

લાવણ્યનો  તારા  બદને  વાસ  હજૂ  છે.


હું  કેમ  કરી રોકું  મને,  તું  જ હવે  બોલ,

પાતલડી કમરનો અલગ જ ત્રાસ હજૂ છે.


સોલંકી જીજ્ઞેશ"સાવજ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ