વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અવગુણને અવગણો

"અવગુણને અવગણો"


માધવ,

મારાં અવગુણને અવગણો

આપી શરણ તમારું

    મુજને  દાસી તમારી ગણો

માધવ મારાં અવગુણને અવગણો....

ચિત્ત ને મારાં ચિંતા છે અપાર

    મનને મોહ તણો નહીં પાર

        જાણું સંસાર છે અસાર

            મારે જાવું પેલે પાર

        ભક્તિ ખાંડા કેરી ધાર

       ઉરમાં અગણિત ઉમટે વમળો

      માધવ મારાં અવગુણને અવગણો.....

છોડી સુખ દુઃખ અસંગ

સઘળા સગપણ કરવા ભંગ

      રંગવો સમર્પણનો રંગ

     કરવો માધવ તારો સંગ

        મારાં સઘળાં દ્વન્દને હણો

માધવ મારાં અવગુણને અવગણો

આપી શરણ તમારું

   મુજને દાસી તમારી ગણો

       મારાં અવગુણને અવગણો...

                  ...."તુ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ