વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બદનામ નઈ કરું

તું છોડીને ગયો એ વાતની તને કે,
આ જગતને હું ફરિયાદ નઈ કરું....
તું જીવ જે તારી જિંદગી ખુશીથી,
હું તને બદનામ નઈ કરું.....

તે કરેલા ઘણા  વાયદાઓને અને,
આપેલી એ કસમોને હું ક્યારેય નઈ ભૂલું...
તું જરાય ચિંતા ના કરીશ તારી,
હું તને ક્યારેય બદનામ નઈ કરું.....

તારી આ ખુશીઓથી ભરેલી જિંદગીમાં ક્યારેય,
દુઃખ - દર્દનું વંટોળ કે  વાવાઝોડું બનીને નઈ આવું,
હું તને ક્યારેય બદનામ નઈ કરું...

બેવફા - બેરહેમ કે કાયર એવા ઉપનામ,
હું તમને ક્યારેય નઈ આપ્યું...
તું જ મારો પહેલો અને અંતિમ શ્વાસ છે,
હું તને ક્યારેય બદનામ નઈ કરું.....

હેત 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ