વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ટાઢું

"ધારા! ટાઢું રંધાઈ ગયું." અર્ચનાએ પોતાની  પાડોશણને પૂછ્યું,


"ના, હજી થોડી વસ્તુઓ બાકી છે. શું તારી ટાઢી સાતમની તૈયારી પૂરી.?"


આ બંનેની વાતો સાંભળતો કચરા વીણતાં વીણતાં છોકરાએ પોતાની માં ને પૂછ્યું. "માં ટાઢી સાતમ એટલે શું"


માં એ દિકરાને પ્રેમ ભરી નજરે જોઇને એક લાંબો નિઃસાસો નાખ્યો અને. કહ્યું આપણે તો રોજ ટાઢી સાતમ હોય છે બેટા."




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ