વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગલીએ ગલીએ લંકેશ હતા

ભીની એની આંખો હતી ને ભીના એના કેશ હતા,
વિરહનો આ વાયરો હતો ને ચોમાસાનાં વેશ હતા.

એ દૃશ્યો જોવા નજર  મારી  તરસે છે, ભટકે છે,
જ્યાં દરેકના માથે રૂડી પાઘડી ને ખભે  ખેસ હતા.

જે હવે નથી એને શું કામ વર્ષોથી બાળ્યા કરો છો?
મે જોયા છે અહીંયા  ગલીએ ગલીએ લંકેશ હતા.

ફરિયાદ બધાને કરવી છે -  વરસાદ નથી આવતો,
પ્રદૂષણ ની જાહોજલાલી ને જંગલ નામશેષ હતા.

ને ચૂલો હવે  ખાલી નામનો જ ઠારે છે  સાતમમાં,
ગરમ ખાવા રેસ્ટોરન્ટ ખુલ્લા ને ઘરે ઘરે ગેસ હતા.

સોલંકી જીજ્ઞેશ"સાવજ"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ