વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સગપણ

શોપીઝન એપ્લિકેશનના માધ્યમ હેઠળ " લાગ્યો કસુંબીનો રંગ "

       ' આ ઝાલર ટાણું થયું. સમી સાંજનો વરતારો થયો છે. ખેડૂતો ઘરભણી થયા છે જોડે બળદોના ટોળા ઘંટડી વગાડતા તેમની જોડે પાછળ આવી રહ્યા છે. સંધ્યા ખીલી ઊઠી છે '
દેવપરા નામે ગામ સોરઠની સાધુ-સંત વાળી ધરામાં આવેલું ગામ. કુદરતી સૌંદર્ય ધરાવતું , લીલાછમ ખેતરો ધરાવતું ને ટેકરીઓની વચ્ચે આવેલું નાનું અમથું ગામ.

આજે , મે'માન આવવાના છે. સાંજનું વાળું જલ્દી કરજો! હું અટાણે નહીં કહું કોણ આવવાનું છે પણ કોઈ ખાસ વ્યક્તિ આવવાની છે. મને કોઈ વાતે ગુસ્સો ન આવે તે વાતનું ધ્યાન રાખજો , આજે સાંજ સુધી આવી જશે! રાધાને કે'જો આજે ફરવા જાય નહીં. દેવલો ભલે ઘરે આવે નહીં એની કાંઈ જરૂર નથી. હું , તું અને રાધા..બસ આટલા રહે તે જરૂરી.
" એમ રાધાના બાપાએ એમની પત્ની સુરેખા ને કીધું "

આ બાજુ, સાંજ થવા આવી છે. રાધાના બાપા વલ્લભભાઈ ઘર બહાર વાટ જોતા બેઠા છે. તેમની બાંધેલી ગાયોને તેમનો માણસ દોહે છે. સુરેખા બહેન સાંજના વાળાની તૈયારી કરે છે , રાધા તૈયાર થઈ અંદરના રૂમે બેઠી છે. એને મનમાં સળવળાટ થાય છે તેનો ભાઈ દેવલો ઘરે નથી.
બીજી બાજુ ગામના નાકે મહાદેવની દેરી પાસે આરતી થાય છે. એવામાં એક જીપ ત્યાં ઊભી રહે છે. એ જીપમાં સવાર અન્ય ગામના હોય તેમ દેખાઈ આવતું હતું. ત્યાં બહાર સ્થાનિક ઉભેલા લોકોને જીપ સવાર ચાલક વલ્લભભાઈનું સરનામું પૂછે છે..
       
એમને જોઈ ગામવાળા સમજી જાય છે કે ' રાધાડી માટે માંગુ આવ્યું છે ' એ જોઈ ગામનો નાનો ટાબરીયો જીપની આગળ જઈ વલ્લભભાઈ નું ઘર બતાવે છે અને શોર કરતો જતો રહે છે. જીપ માંથી એક વૃદ્ધ બા , એક યુવાન અને આધેડ પુરુષ ઉતરે છે. વલ્લભભાઈ તેમનો સત્કાર કરે છે. તેમને ઘરની અંદર લઈ જાય છે અને આગતાસ્વાગતા કરે છે.
    સુરેખા પાણી અને વટવ્યવહાર કરે છે. યુવાન શરમાળ લાગતો હોય છે. આધેડ પુરુષ વાતચીત કરે છે અને વૃદ્ધ બા હીંચકે બેઠા છે. તેમના હાથમાં માળા છે ને રામનામ જપે છે. અંદર રાધા સંકોચ સાથે બેઠી છે , તેના હાથ ધ્રૂજે છે અને તે પરસેવેથી નહાઈ ગઈ છે.

" આય આવવામાં કાય તકલીફતો નથી પડીને ભલા માણહ ? મને ઇમ તમે જટ આવશો પણ તમે મોડું કરી નાખ્યું. કાય વાંધો નહીં વેળાસર આવી તો ગયા..."
     ' વલ્લભભાઈ એ પેલા આધેડ પુરુષને કીધું '

સામે યુવાન બેઠો હતો ને તેનો પગ ધ્રૂજતો હતો. સુરેખા બહેન ચા-નાસ્તો લેતા આવ્યા. મેજ પર નાસ્તો ધરી દીધો અને તે બા જોડે હીંચકે ગયા. દેવલો ઘરે હતો નહી.

" ના રે.. પણ અંતરિયાળ ગામ છે કાય ? દૂર હુધી કોઈ સાધન નહીં. છેક દેરી આવી ત્યારે ખબર પડી ગામ આવ્યું. હું તો આ બાજુ પહેલી વાર આવ્યો , હા મારો દીકરો શ્યામ આવેલો છે. આ મારી બા છે 'સુધા' "
    ' તેમ પેલા પુરુષે વલ્લભભાઈ ને કીધું '

એવામાં સુરેખા અંદરથી રાધાને બહાર લાવે છે. રાધાએ મસ્ત સાડી પહેરી છે. હાથમાં શરબતની ટ્રે લઈ નાજૂક હંસની ચાલે શરમાતી લચકાતી કમર હલાવતી આવે છે. શ્યામ તેને જુએ છે અને જોતો રહી જાય છે. બા નમી નમીને જુએ છે. વલ્લભભાઈ ઘરની બહાર જુએ છે. સુરેખા રાધાને બેસાડે છે અને તેની બાજુમાં બેસે છે. શ્યામ સામે બેઠેલી રાધાને જોયા કરે છે.
થોડી વાર પછી ,
              રાધા અને શ્યામ અંદર બેસવા જાય છે.
" હું રાધા.. આ ઘરની મોટી હું. મારે પાછળ એક ભાઈ છે. મારે તમને કાંઈ પૂછવું નથી તમે ઘણા સારા છો.. મને મારા તરફથી મંજૂર છે. તમને કાઈ પૂછવું હોય પૂછી લ્યો "

" હું શ્યામ.. મૂળ હું કેશોદ બાજુનો. પણ વર્ષોથી આય સોનીપર માં રહીએ. મારે વાસણોની દુકાન છે જે બાપ-દાદાની છે. જામેલો ધંધો છે અને જામેલો વ્યવહાર છે. મારા તરફથી હા છે. "

         બહાર આવી બેય પોતાના મનની વાત જણાવે છે. ઘરમાં આંનદનું વાતાવરણ છલકાઈ જાય છે. વલ્લભભાઈ શ્યામના પિતા સેવજીભાઈને ગળે મળે છે. સુરેખા સુધા બા ને પેંડો ખવરાવે છે. શ્યામ અને રાધા જોડે બેસી વાતો કરે છે. પછી, ભેગા મળી ગોળધાણા ખાય છે અને વ્યવહારની વાત કરે છે. દેવલો ઘર બહાર હોય છે. રાતનું વાળું કરે છે ત્યાં સુધી દેવલો બહાર હોય છે.

    આ બાજુ દેવલો મહાદેવની દેરી પાછળ આવેલા તૂટેલા મકાનમાં ગંજીફાની રમત રમતો હોય છે. તેના હાથમાં સિગાર હોય છે અને બીજા હાથે પાના.. તેના ત્રણ-ચાર મિત્રો જોડે બેઠા છે. રાત થવા આવી છે..

    " હેં દેવલા , તારી બહેનનું આજે કાય સગપણ કર્યું ? મને મુખી સરપંચે કીધું. તારી બહેનને જોવા છેક સોનીપરથી જોવા આવ્યા હતા! લાગે છે તને એટલેજ ઘર બહાર રાખ્યો નહીંતર તારી વાત છતી થઈ જતી. કાઈ નહીં હારુ ને તારી બહનેનું નક્કી થયું! સારું દેવલા હું ઘેરે જાઉં મારે રાડ આવી ગઈ છે "
        ' દેવલાનો મિત્ર રઘલો તેને કહે છે '

આ બાજુ દેવલો વિચારે ચડી જાય છે. તેને થાય મને કીધું પણ નહીં અને નક્કી કરી નાખ્યું. મારી બેનીએ કીધું નહીં! દેવલો ઝટ ઘેરે જાય છે અને..
              સુરેખા વાસણ ધોતી હોય છે. રાધા તેને કામમાં મદદ કરતી હોય છે અને વલ્લભભાઈ ઘર બહાર બેઠા છે. દેવલો એટલામાં ત્રાટુકે છે. ઘરમાં ઘમાસાણ કરી નાખે છે. એ રાડો પાડી કહે છે ' શા માટે મને ના કીધું ? મારી બેનીનું નક્કી કર્યું છતાંય મને નો કીધું. હું રાક્ષસ થોડી છું મારી બેની માટે હું ખોટું વિચારું. મને ખબર છે મારી કુટેવના કારણે તમે મને ઘરમાં ન રાખ્યો '

       સામે વલ્લભભાઈ મૌન રહે છે..ઘર બહાર જુએ છે અને દરવાજો બંધ કરી નાખે છે. દેવલો તેના રૂમમાં જાય છે અને રાધા એકલી હીંચકે બેઠી છે.
હીંચકે બેઠા રાધાને યાદ આવે છે : જતાજતા શ્યામ તેનો ફોટો રાધાને આપી ગયો હોય છે. રાધા તેના ભાઈને મનાવવા માટે રૂમમાં જાય છે.

    " હેં ભયલા , આમ ગુસ્સે થઈ જવાનું. તારી બેન હાટુ આજે સારો દિવસ છે અને તું આમ મોઢું ચડાવી ફરે..જો બાપુને એમ હતું તું ઘેરે હોય અને કાઈ નોકરીનો સવાલ પૂછે ને મારુ નકકીનો થાય તો! માટે તને કીધું નહીં. જો દેખ આ રહ્યો મારો પતિ અને તારો બનેવીલાલ.. જોઇશ નહીં કેમનો છે ? આ રાધાડી જોડે હેડશે કે નહીં એ કયે! "
       ' રાધા તેના ભાઈને કહે છે '
                         શ્યામ બેનની માફી માંગે છે અને ફોટો દેખે છે. ફોટો જોતાજ તેની આંખો ચાર થઈ જાય છે. રાધાની સામે જુએ છે અને પછી ફોટાની સામે.. તરતજ તેના રૂમની બહાર જઈ નીચે વલ્લભભાઈ ને મળે છે.

વલ્લભભાઈ ખાટલે સુઈ ગયા છે , સુરેખા તેમની બાજુના ખાટલે આડી પડી છે અને જોડે ગીતાજીની ચોપડી મુકેલી છે. દેવલો ત્યાં આવી જાય છે.
સમય જોઈ ધીમા આવજે કહે છે " મારી બેનનો સંબંધ હત્યારા સાથે કરો છો! મને વિશ્વાસ નથી આવતો મારા બાપુ જે જમનાના ખાધેલ છે તે આવી મુર્ખામી કઈ રીતે કરે ? મારી માં જે ડાહી છે તે શી રીતે માણસને ઓળખી ના શકી ? મારી બેની જે ચપળ છે તે શી રીતે ડોબી બની ગઈ ? મને જરા સરખો વિશ્વાસ નથી આવતો "
                 દેવલો ઘરની વચમાં બેઠો છે. તેની સામે વલ્લભભાઈ ખુરશીમાં બેઠા છે અને સુરેખા બહેન રાધાની જોડે બેઠા છે. દેવલો તેની વાત રજૂ કરે છે.

" આ શ્યામ , હું તેને છેલ્લા ચાર વર્ષથી જાણું છું. મારી હારે ગંજીફની રમત રમતો અને મારી જેમ રમવામાં હોશિયાર. મારે તેની જોડે સારું બનતું..અમે ઘણી વાર જોડેના ગામડે પાના રમવાય જતા. એવામાં મને એવું જાણવા મળ્યું તેના વિવાહ થયા અને તેનામાં વ્યસ્ત થઈ ગયો. ગયા વર્ષે એ વાત જાણવા મળી તેની પહેલી પત્નીનું નિધન થઈ ગયું અને તેણે તરતજ બીજા વિવાહ કરી નાખ્યા. ત્યારપછી એ કયારેય રમવા આવ્યો નહીં.. મને મારા મિત્રના દોસ્તારે કીધું એણે એની પહેલી પત્નીનું ખૂન કરી નાખ્યું , મને પણ નવાઈ લાગી..અંતે એ સમાચાર આવ્યા તેને બીજા વિવાહ કર્યા ત્યારે મને એવું લાગ્યું મારા મિત્રની વાત સાચી છે. "
            ' શ્યામ તેની વાત ઘરના લોકોને કરે છે '

વલ્લભભાઈ ગુસ્સે આવી એટલું કહે છે " તારાથી તારી બેનનું સારું દેખાતું નથી માટે આવી વાહિયાત વાત કરે છે. તારાથી કોઈનું સારું જોવાતું નથી માટે આવી વાર્તાઓ બનાવે છે. તારી બેન ત્યાંજ પરણશે! લખી રાખ દેવલા...

        ચોથા અઠવાડિયે રાધાના વિવાહ નક્કી થયા અને વૈશાખ માસે ચોથના દિવસે તે પરણીને શ્યામના ત્યાં ગઇ. દેવલો નજર સામે જોતો રહી ગયો અને તેની બેન ત્યાં વિવાહ કરી ચાલી ગઈ. ગામ આખું જમવા આવ્યું , જાતજાતની વાનગી બનાવી , લાડવા અને દાળ બાકી ચટપટી હતી ને જોડે કેસર કેરીનો રસ!  રાધા શુભ ચોઘડિયામાં લગ્ન કરી ચાલી ગઈ. વલ્લભભાઈ દીકરીને સાસરે વળાવી ગયા અને સમી સાંજના વરતારે દેવલા જોડે હીંચકે બેઠા અને કહ્યું " જો તારી સામે રાધા પરણી ગઈ. રાધા સારાજ ઘરે ગઈ છે અને તારો મિત્ર શ્યામ જમાઈ વિશે ખોટી વાતો કરતો. સાંભળી લેજે  હવે શ્યામ તારો જીજાજી છે માટે કોઈ એવી વાતો નહીં.

એમ કરતાં રાધાને સાસરે ગયે બે વર્ષ થયા અને તેના ઘરે સુંદર દીકરીનો જન્મ થયો. બધું સમુસુતરું થઈ ગયું. દેવલો પણ સુધરી ગયો....
      
    એવામાં એક દિવસ સમાચાર આવ્યા " રાધાનું નિધન થઈ ગયું. કોઈ કારણોસર આકસ્મીક નિધન થયું અને શ્યામ વિધુર બન્યો. રાધાના પંદરમાં દિવસે શ્યામે વલ્લભભાઈને કીધું ' હું બીજા લગ્ન કરવા માગું છું મારી દીકરીને સાચવવા માટે '

વલ્લભભાઈ ઘરના ખૂણામાં જઈ બેઠા અને દેવલા સામે જોયું. દેવલા સામે જોઈ ખુલ્લા આકાશે જોઈ બોલ્યા ,
   " માફ કરજે રાધા " દેવલાને પાસે બોલાવી બે હાથ જોડી નીચું માથું કર્યું.

- તીર્થ શાહ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ