વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હરિ તું છે મારો શ્યામ ...!!

હરિ તું છે મારો શ્યામ ...!!

તને કહું ઘનશ્યામ પણ હરિ તું છે મારો શ્યામ,                 

હે મારા દિલના રૂપાળા ધનશ્યામ, તું ક્યાં છે !

દરેક ગામે તારા વસવાટનાં છે ચાર ચાર ધામ,
શોધ્યો બધે પણ મળતો નથી તું એકેય ગામ !

મારે દોરવું છે તારું આ ફરિયાદે અનેરું ધ્યાન,
સત્ય લોપાય છે ને જુઠા પૂજાય મારા શ્યામ !

આ માનવ સૃષ્ટિની રચનાને લાગ્યો છે જુઠો રંગ,
તેની સુધારણા શણગારવા બેસવું છે તારે સંગ !

'મૃદુ' ના મનમાં ઘુમરાય સદા આજની આ વ્યથા,
કાળ સંગે પલટાઈ ગયેલા માનવ તણી આ કથા !
*****************************************
મહેન્દ્ર રમણભાઈ અમીન 'મૃદુ', સુરત (વીરસદ)

*****************************************

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ