વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ડુંગરની ધારે ગાયો ચારે કાનજી

ડોંગરની ધારે ગાયો સારતા કોનજી,

તાં રે વગાડે વેરણ વાંહડી,

વાંહડી વાગેને હૈયાં ડોલતાં.


કોનજી હાથના પરમોણે લાવજો સુડલા,

મોરિયાંના રણકારે ડોંગર ડોલિયો.

            - ડોંગરની ધારે ગાયો સારતા કોનજી...


કોનજી ડોકના પરમોણે લાવજો ઝુમણાં,

ડામણીના રણકારે ડોંગર ડોલિયો.

             - ડોંગરની ધારે ગાયો સારતા કોનજી...


કોનજી પગના પરમોણે લાવજો કડલાં,

કાંબિયોના રણકારે ડોંગર ડોલિયો.

              - ડોંગરની ધારે ગાયો સારતા કોનજી...


ડોંગરની ધારે ગાયો સારતા કોનજી,

તાં રે વગાડે વેરણ વાંહડી,

વાંહડી વાગેને હૈયાં ડોલતાં.

               - રાઘવ વઢિયારી


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ