વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગમતીલું નામ છે શ્યામનુ



મને ગમતીલું નામ છે શ્યામનું હો જી રે...

મારાં દલડાંનો ચોર ઘનશ્યામ રાજ હો રાજ...

યમુનાને તીરે શ્યામ આવજો હો જી રે....


હું તો ઝબકીને જાગી માઝમ રાતમાં હો જી રે...

શ્યામ સંભળાયો તારો વેણુ નાદ રાજ હો રાજ...

યમુનાને તીરે શ્યામ આવજો હો જી રે...


મેં તો અવળાં પહેર્યાં છે તનનાં કાપડા હો જી રે...

શ્યામ પડતાં મેલ્યાં છે ઘરનાં કામ રાજ હો રાજ...

યમુનાને તીરે શ્યામ આવજો હો જી રે...


મેં તો ભરેલાં બેડલાં ઠાલાં કર્યાં હો જી રે...

શ્યામ તમને મળવાની ઘણી ખંત રાજ હો રાજ...

યમુનાને તીરે શ્યામ આવજો હો જી રે....


ગાયું દોહવાની મારે રહી ગઈ હો જી રે...

મેં તો રડતાં મેલ્યાં છે ઘરનાં બાળ રાજ હો રાજ....

યમુનાને તીરે શ્યામ આવજો હો જી રે...


મને નંદજીનો લાલો વ્હાલો લાગે હો જી રે...

છે નખરાળો ગોવિંદ ગોપાલ રાજ હો રાજ..

યમુનાને તીરે શ્યામ આવજો હો જી રે...


જરકશી જામા કા'નને શોભતાં હો જી રે...

કંઠે શોભે તુલસી કેરી માળ રાજ હો રાજ...

યમુનાને તીરે શ્યામ આવજો હો જી રે...


ઘરે માખણ મીસરીની રેલમછેલ છે હો જી રે...

તોયે વા'લો માખણ ચોરી ખાય રાજ હો રાજ...

યમુનાને તીરે શ્યામ આવજો હો જી રે...


ભારતી ત્રિવેદી દવે.

સુરેન્દ્રનગર.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ