વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું કોણ છું?..

હું કોણ છું એ સમજણી થઈ, ત્યારથી સવાલ થાય છે..અને મનોમન જવાબ મળે છે.જન્મતાની સાથે દીકરી છું. આગળ જતા હું એક બેન છું.વગેરે.....

શું આપણે આપની જાતને ક્યારેય પુછ્યું છે કે, ‘ખરેખર હું કોણ છું?’ શું હું એક માતા, એક વહુ, એક દોસ્ત, એક એંજિનિયર, એક મુસાફર છું? હકીકત એ છે કે, પુત્ર કે પુત્રી ના આધારે એક માતા છું.પતિના ના આધારે  એક પત્ની છું.ટ્રેનના આધારે મુસાફર છું. તો આપણી બધી ઓળખાણ, જે આપણે આપણી જાત વિષે માનીએ છીએ,તે બધી જ બીજાના આધારે છે. તો પછી આપણે પોતે કોણ છીએ? એક વહુ, એક માતા કે એક દીકરી, એક પત્ની, કે એક મુસાફર?

‘હું કોણ છું?’ તે પ્રશ્નનો જવાબ ના મળવાથી, આપણે આપણી પોતાની નવી ઓળખાણ બનાવતા રહીએ છીએ. પરિણામે આપણે પોતાના સાચા સ્વરૂપથી વધુ દૂર ને દૂર જતા રહીએ છીએ. પોતાનું સાચું સ્વરૂપ ન જાણવાથી આ જીદંગીના બધા દુઃખો ઉભા છે. જ્યાં સુધી આપણે પોતાના સાચા સ્વરૂપને નથી ઓળખતા ત્યાં સુધી  આપણી જાતને એ નામથી જાણીએ છીએ,જે બીજા દ્વારા  આપવામાં આવેલું હોય છે.

તો હું કોણ છું? ખરેખર, આપણે એક શાશ્વત આત્મા છીએ. પાછલા અનંત જન્મોથી આત્મા અજ્ઞાનનાં પડદા પાછળ છુપાયેલો છે. જેના લીધે આપણને સાચા સ્વરૂપનો અનુભવ થતો નથી. જ્ઞાનીપુરુષની કૃપાથી, હવે આપણા ખરા સ્વરૂપને એક વૈજ્ઞાનિક પ્રયોગ, જ્ઞાન વિધિ દ્વારા ઓળખવું શક્ય છે. ત્યારબાદ માત્ર શુદ્ધાત્માની સમજણ નહિ જ પરંતુ, આપણને ખરી શાંતિનો અનુભવ કરી શકીએ છીએ.. તો જે બીજા દ્વારા જુદા જુદા નામો મળ્યા તે કોણ?... તે ફક્ત નામ જ છે.. તે નાશવંત છે.. તે શરીર પૂરતા સીમિત છે... શરીર નાશ પામશે તેની સાથે તે નામ પણ નાશ પામે છે.. જન્મ મરણના ચક્ર મુજબ નવા જન્મમાં બીજી નામ મળે છે... બાકી આત્મા અમર છે. ક્યારેય જીર્ણ થતો નથી.તેને કોઈ બાળી શકતું નથી.. કાપી શકતું નથી... ભીંજવી શકતું નથી.. હું એટલે કોણ?.. હું એટલે મારો શાશ્વત આત્મા...
Het bhatt ✍️✍️


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ