વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભગતને પત્ર

ભગતસિંહને સુખદેવનો પત્ર



પ્રિય મિત્ર ભગત,


                        આપણી શહાદત તને યાદ જ હસે ને..! હસતા હસતા કેવા ફાંસીના માચડે ચડી ગયા હતા. મૂછ પર તાવ દેતા,ચહેરા પર મુસ્કાન સાથે ભારતમાતા ના ખોળે હંમેશ માટે પોઢી ગયા. ડરની કોઈ રેખા ચહેરા પર ઉપસી નહોતી. દેશ કાજ જાન ન્યોછાવર કરીને ખુશ હતા , પણ હવે અફસોસ થાય છે ભગત..! આપણે જેના માટે જીવ ગુમાવી દીધા એ તો પોતાનો જીવ ક્યાંક બીજે રેડી રહ્યા છે. આ જોઈ ને પારાવાર દુઃખ થાય છે. જે ભૂમિ પર જન્મ્યા ,જેની ધૂળમાં આળોટીને મોટા થયા આજ એ યુવાનો જ્યારે વિદેશની ધરતી પર ભાગે છે એ જોઈ દુઃખ થાય છે. એક તું હતો ભગત કે બાળપણમાં બંદૂકની ખેતી કરવા નીકળી પડ્યો હતો, અને એક આજનો યુવાન છે જે માત્ર મહોબ્બત કરવા નીકળી પડ્યો છે. 


કોઈ રૂપમાં મોહી જાય છે,

કોઈ પ્રેમમાં વહી જાય છે,

કોઈ મોજ સોખમાં તણાય જાય છે

દેશની ફિકર નથી રહી આ યુવાનોને,

એ ભૂલી ગયા છે કે,

કે દેશદાઝમાં કેટલા હોમાય જાય છે.

(સાવજ)


                               હા , ભગત કેટલા વર્ષો વિતી ગયા છતાં ક્યારેય એક આંસુ પણ નથી ટપક્યું પણ આજે આંખો વહેતી થઈ જાય છે. ભગત, યુવાન તો આપણે પણ હતા જ ને, સપનાં આપણે પણ જોયા જ હતા પણ દેશ માટે થઈ બધું કુરબાન કર્યું હતું. આ વાત ભૂલી ગયા છે. અરે ભગત! તને યાદ કરાવું એક ઘટના, 1929 લાહોર જેલમાં હું ને તું હતા તારી ઉંમર હજુ 22 પણ નહોતી થઈ અને મારી ઉંમર હજુ માંડ 22 થઈ હતી. યુવાનીમાં પગ ભરતા થયા હતા, મહોબ્બતના ઉમળકા આપણને પણ હતા. તને ખબર છે? રાજગુરુ એકવાર ખૂબ સુરત છોકરીનું કેલેન્ડર લાવ્યો હતો, અને આપણાં કાર્યાલયમાં લગાવ્યું હતું. પણ ચંદ્ર શેખર આઝાદ ગુસ્સે થઈને કેલેન્ડર તોડી નાખે છે અને રાજગુરુને એ છોકરીના ફોટા તરફ આંગળી ચીંધતા  કહે છે " કાં તો તું આ કરી લે , અથવા ક્રાંતિ કરી લે બન્ને નહિ થાય..!!"

અને ભગત ત્યારે તે શું કહ્યું હતું યાદ છે? તે કહ્યું હતું ભગત ,

" આપણે ગુલામ મુલ્કનાં, પરાધીન દેશનાં એવા યુવાન છીએ, અત્યારે દેશમાં પ્રેમ જેવી પવિત્ર વસ્તુ માટે,

આબોહવા ઠીક નથી. હું તો આવતા જનમમાં મારી મહેબુબા ને બાહોમાં લઇ એના ખભે માથું રાખીશ "

(ભગતસિંહ)



                               ભગત ઉંમર તો તારી પણ બાવીસ જ હતી. પણ દેશપ્રેમનું જુનુન આજના યુવાનમાં કેમ નથી દેખાતું..? જે આઝાદી જે દેશ માટે આપણે ખપી ગયા એ યુવાનો તો હિરોઈનની ચાલ,ચુંબન ને ચહેરા પર મરી જાય છે. ભગત હાલ ને ભેરુ, ફરી મારે તારી સાથે ભારતમાં જન્મી , ફરી ભગત, સુખદેવ ને રાજગુરુ જેમ દેશ પર ફના થવું છે...ફના થવું છે..!


                                                   ભગતનો ભેરુ

                                                        સુખદેવ



સોલંકી જીજ્ઞેશ"સાવજ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ