વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મા-સ્તર

*મા-સ્તર*


ઘટનાઓ ઘટી છે પણ વાર્તા કેમ બને?

એક સારા વિવેચક વગર લેખક કેમ બને?


છંદની છે સમજ સરસ પણ ગઝલ કેમ બને?

શીખવો તો ખરા શબ્દોને કે ગીત કેમ બને?


બની કલમ સિપાહી પણ ફોજ કેમ બને?

કાગળ ઉપર ફેલાય શાહી પણ સર્જન કેમ બને?


ઘણાં મળ્યાં શિક્ષકો પણ શિક્ષણ કેમ બને?

*મા-સ્તર* વગર એ જીવન કેમ બને?


સાંભળે છે ને જિંદગી? તારાથી આવું કેમ બને?

ખોળિયું હોય મનુષ્યનું પણ માનવ કેમ બને?


પૂજા ત્રિવેદી રાવલ

'સ્મિત'


©


અમદાવાદ, ગુજરાત

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ