વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક વાર્તા

કહું છું એક વાર્તા સાંભળો મારો શબ્દ ખોવાયો છે;

થોડીવાર ખમો શોધું ક્યાંક મારો માંહ્યલો ખોવાયો છે.


હવે થઈ ગયાં મોટાં નાનપણનો દરિયો ખોવાયો છે;

જવાબદારીઓ વચ્ચે શોધને કોઈ માસૂમ ખોવાયો છે.


ખબર છે કાલે મળી હતી હું કોઈને માણસ ખોવાયો છે;

હતો જૂનો *મા-સ્તર* આજે શિક્ષક ખોવાયો છે.


જિંદગી પણ હવે હારી છે અને ધબકાર ખોવાયો છે;

અવિરત ચાલતી દુનિયામાં માણસ ખોવાયો છે.


ના! ભૂલો છો ...

પૈસા પાછળ નહીં,કારણ વગર ખોવાયો છે;

જોયું? અહીં માણસ મટી માણસ ખોવાયો છે.


છે ખબર તને શિક્ષણ જગતની કે ખબરી ખોવાયો છે?

બોલાવી પોતાની પાસે શિક્ષકને ખુદ ખુદા ખોવાયો છે...


અકાળ છે શિક્ષકોનો શોધો ક્યાંક ચાણક્ય ખોવાયો છે,

વાંક શું ગુરુનો? શિષ્ય અશોકા જેવો ખોવાયો છે.


દ્રોણની શીખ શિખનાર એકલવ્ય ખોવાયો છે;

માછલીની આંખ વીંધે એવો અર્જુન ખોવાયો છે.


બનવું છે દરેકને મરીઝ સાકી, પીનાર ખોવાયો છે;

દુઃખને ધમકાવી 'સ્મિત' જો ને જામ ખોવાયો છે...



પૂજા ત્રિવેદી રાવલ

સ્મિત


©


અમદાવાદ ગુજરાત

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ